પુષ્ટિમાર્ગનાં પ્રવર્તક, વૈષ્ણવોનાં પ્રાણ પ્યારા જગતગુરુ શ્રીમદ વલભાચાર્યજી મહાપ્રભુજી નું પ્રાગટ્ય આજ થી ૫૪૭ વર્ષ પહેલા ભૂતલ ઉપર થયું આપશ્રીનું પ્રાગટ્યનો હેતુ દૈવી જીવનનાં ઉદ્ધાર માટેનો છે આપશ્રીએ ત્રણ ત્રણ વખત ભૂતલ પર પરિક્રમા કરી શ્રી પ્રભુ થી હજારો વર્ષથી ખોટા પડેલા દૈવી જીવોને બ્રહ્મસંબંધ નું દાન કરી શરણે લીધા અને શ્રી પ્રભુની સેવા કરવાનો અધિકાર આપ્યો એવા ઉદાર ચરિત્રવાન શ્રી વલ્લભનો પ્રાગટ્ય મહોત્સવ
આજે બોડેલીનાં આંગણે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં વલ્લભ કુલના પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પ્રણયકુમારજી મહોદય શ્રી જનાના સહિત પધાર્યા. સવારે સાડા પાંચ વાગે શ્રી દ્વારકાધીશ મંદિરથી પ્રભાત ફેરી શ્રી વલ્લભના ધોળ કીર્તનના ગાન સાથે નીકળી બોડેલીમાં ફરી શ્રી દ્વારકાધીશ મંદિરે પરત પહોંચી જ્યાં પુષ્ટિ ધ્વજ લહેરાવવામાં આવ્યો અને પુષ્ટિ ભક્તિ ગીતનું ગાન થયું સવારે ૧૦.૩૦ કલાકે શ્રી પ્રભુ સોનાનાં પલને ઝુલ્યા અને રાજભોગમાં શ્રી પ્રભુને તિલક થયા જ્યારે સાંજે ૬.૦૦ કલાકે પરમ ભગવદીય આશાબેન રાજેન્દ્રકુમાર શાહ ના હોળી ચકલા સ્થિત નિવાસ્થાનેથી શ્રી વલ્લભની નિશ્રામાં બેન્ડવાજા વિક્ટોરિયા અને આતશબાજી સાથે કીર્તન ગાન સહિત કેસરી અને પીળા વસ્ત્રોમાં
ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી જે બોડેલીનાં રાજમાર્ગો ઉપર ફરી ત્યારે એક અનેરૂ આકર્ષણ ઊભું થયું શ્રી વલ્લભને તિલક કરવામાં આવ્યા ધોતી ઉપરના કરવામાં આવ્યા શોભાયાત્રામાં વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા શોભાયાત્રા શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી જ્યાં શ્રી પ્રભુના કેસરી ઘટામાં મોતીના બંગલામાં અતિ ભવ્ય દિવ્ય અને અલૌકિક દર્શન કરી વૈષ્ણવો ધન્ય બન્યા... છેલ્લે વૈષ્ણવ સમાજની વાડી ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હોય મહાપ્રસાદ લઈ વૈષ્ણવો કૃતાર્થ થયા અને આનંદ ને વાગોળતા વાગોળતા ખૂબ જ આનંદ ઉત્સાહિત થયા હતા.
આવી જ રીતે પરમ્ ભગવદીય વૈષ્ણવ લાલાભાઇ પટેલના ઘરે પણ જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં ૫૪૭ મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ- ભેર કરવામાં આવી હતી.
ભાવિસા ભાવસાર
બોડેલી
Reporter: News Plus