સીતાપુર (યુપી ) : માનવીય સબંધો હવે સ્વાર્થી બની રહ્યા છે.આવી એક ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરથી સામે આવી છે. અહીં એક ફરેલા મગજના વ્યક્તિએ પહેલા પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી અને પછી ખુદે આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીએ પહેલા તેની માતાને ગોળી મારી અને પછી તેની પત્નીને હથોડી વડે માર મારી હત્યા કરી. તેની હેવાનીયત આટલેથી ન અટકતા, તેણે તેની માતા અને પત્નીની હત્યા કર્યા બાદ તેના ત્રણ બાળકોને પણ છોડ્યા નહીં. આરોપીએ તેના ત્રણ બાળકોને એક પછી એકને ઘરની છત પરથી ફેંકી દીધા. જેના કારણે ત્રણેય બાળકોના મોત થયા હતા. પરિવારના પાંચ સભ્યોની નિર્દયતાથી હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે. પોલીસ આ મામલે વાળું તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટના સ્થળની નજીકમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત મૃતકના અન્ય સંબંધીઓની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વ્યક્તિએ પરિવારના તમામ સભ્યોની હત્યા શા માટે કરી.
Reporter: News Plus