સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને નારાજગીના અહેવાલો વચ્ચે શત્રુઘ્ન સિન્હા તેમના ભાવિ જમાઈ સાથે જોવા મળ્યા હતા. આ બંનેનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ખુશ જોવા મળી રહ્યા છે.
શત્રુઘ્ન સિન્હાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સોનાક્ષીના લગ્નથી ખુશ છે અને તે લગ્નમાં હાજરી પણ આપશે. શત્રુઘ્ન હાલમાં જ તેના ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ સાથે જોવા મળ્યા હતા. હવે બંનેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઝહીર તેના ભાવિ સસરા સાથે પોઝ આપતો જોવા મળે છે.
Reporter: News Plus