સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભમાં જોનલ લેવલની કબડી સ્પર્ધામાં વડોદરાની અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી ટ્રસ્ટ સંચાલિત કેળવણી શાળા પ્રાથમિક વિભાગે બીજો ક્રમાંક મેળવી શાળાને ગૌરવ અપાવ્યું હતું.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી સ્કૂલના પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ કિન્નરીબેન જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર જે ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે એમાં જોનલ લેવલ ઉપર કબ્બડીની સ્પર્ધા હતી. જેમાં અમારી સ્કૂલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગે ભાગ લીધો હતો જેમાં બાર જેટલી સ્કૂલો હતી અને એમાં આજે અમારી શાળાએ બીજો ક્રમાંક મેળવ્યો છે અને તેમાં ખૂબ જ અમારા માટે ગૌરવની વાત છે ઘણા વખત પછી અમારી શાળાએ જોનલ લેવલ ઉપર બીજો નંબર પ્રાપ્ત કર્યો છે

જેમાં તમારા પીટી ટીચર જીગરભાઈના માર્ગદર્શન હેઠળ છોકરાઓએ ખૂબ જ મહેનત કરી હતી અને આ લેવલ ઉપર બીજો નંબર લાવીને અમારા છોકરાઓને ખૂબ જ આનંદ થયો છે અને શાળા માટે પણ એક ગૌરવની વાત છે હવે અમારી સ્કૂલ આગળ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આગળ રમવા માટે જશે માટે હું મારા બાળકો અને મારા ટીચર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રાથમિક વિભાગના પીટી ટીચર જીગરભાઈ ચૌહાણે બાળકોને સુંદર તાલીમ આપી હતી. જેના થકી જ આજે બાળકોએ શાળાનું નામ રોશન કર્યું છે,આ પ્રસંગે વૈધ દક્ષેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Reporter: admin







