લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો 1 જુન 2024 ના રોજ છે. તે પછી 4 તારીખે મતદાનનું પરિણામ જાહેર થશે.તે પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઇ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમણે 2 જૂને જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે (SC) તેમની જામીન 7 દિવસ માટે લંબાવવાની અરજી ફગાવી દીધી છે. હવે કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રજિસ્ટ્રીએ જામીનની મુદત વધારવાની તેમની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હવે કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ વચગાળાના જામીનના વિસ્તરણ માટે કેજરીવાલની અરજીને સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. SC રજિસ્ટ્રીએ કહ્યું કે અરજી મેન્ટેનેબલ નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
કેજરીવાલને નિયમિત જામીન અથવા અન્ય કોઈ રાહત માટે નીચલી કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.આ પહેલા સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીનની મુદત વધારવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.ખંડપીઠે સુનાવણી માટે અરજીને સૂચિબદ્ધ કરવા અંગેના વધુ નિર્દેશો માટે આ મામલો ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને મોકલ્યો હતો. કેજરીવાલે સ્વાસ્થ્યના કારણોસર વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માંગ કરી હતી. તેમની જામીનની મુદત 1 જૂનના રોજ સમાપ્ત થઈ રહી છે.SC એ ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે 21 દિવસની રાહત આપી હતીસર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે, જેમણે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.
Reporter: News Plus