આપણે આપણા ઘર ના રસોડામાંથી શરીરના અનેક રોગોનો ઈલાજ મળી શકે છે માત્ર તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ જાણવું જરૂરી છે.ચાલો વધુ મા આપણે જાણીએ કે માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, ઊંઘ ના આવવી , શરદી જેવી સમસ્યાઓથી આપણ ને ઘર ના રસોડા માની વસ્તુ થી કેવી રીતે રાહત મળે છે. આ બધા રોગો નો ઉપાય જાયફળ છે
આ બધા રોગો નો ઉપાય જાયફળ છે.જાયફળનો ઉપયોગ દરેક ઘરમાં મીઠાઈનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. અને સાથે જાયફળ દવા તરીકે પણ ઉપયોગી બની શકે છે.વધુ મા જાણીએ કઈ સમસ્યાઓ માટે જાયફળનો ઉપયોગ દવા તરીકે થઇ શકે છે.સાંધાના દુખાવો, કમરનો દુખાવો અને હાથ-પગના દુખાવો મટાડવા જાયફળ રને સરસવ ના તેલ મા ભેળવી ને માલિશ કરવાથી તરત રાહત મળે છે.
માથા પર થતા દુખાવા પર જાયફળના પાવડરની પેસ્ટ બનાવીને લાગવા થી દુખાવો દૂર થાય છે
જાયફળના પાવડરને મધ અથવા દૂધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવા થી ચેહરા પર થી કરચલીઓ અને ફોલ્લી દૂર થાય છે
જો રાત્રે અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો જાયફળના પાવડરને પાણીમાં ભેળવીને કપાળ પર લગાવવાથી તૈયારી મા ઊંઘ આવે છે.
નાના બાળકને જાયફળ સાથે દૂધ ખવડાવવાથી ખોરાક સરળતાથી પચી જાય છે બાળકની પાચન શક્તિ વધે છે.
શરદી અને ઉધરસને ને જડમુડ માથી મટાડવા જાયફળને શેકીને તેનો પાવડર બનાવી દિવસમાં બે વાર મધ સાથે ચાટવું.
Reporter: News Plus







