News Portal...

Breaking News :

વંશવાદી રાજકારણ પર આધાર રાખતા ઘણા રાજકીય પક્ષો આપમેળે ખતમ થઈ જશે.: PM

2024-05-29 15:09:07
વંશવાદી રાજકારણ પર આધાર રાખતા ઘણા રાજકીય પક્ષો આપમેળે ખતમ થઈ જશે.: PM


પીએમ નરેન્દ્ર મોદીએ આગાહી કરતા કહ્યું હતું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છ મહિનાની અંદર દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે.


તેમણે વધુમાં કહ્યું હતું કે બંગાળની મમતા બેનરજી સરકાર રાજ્યની ડેમોગ્રાફીમાં બદલાવનો પ્રયાસ કરી રહી છે. તમારો એક વોટ દેશની રાજકીય દિશા બદલી નાખશે.4 જૂન પછી આગામી 6 મહિનામાં મોટો રાજકીય ભૂકંપ આવશે. વંશવાદી રાજકારણ પર આધાર રાખતા ઘણા રાજકીય પક્ષો આપમેળે ખતમ થઈ જશે. તેમના કાર્યકરો થાકી ગયા છે. તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની સ્થિતિ શું છે. જો કે પીએમ મોદી ક્યા રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા હતા તે નથી જણાવ્યું.પીએમ મોદીએ દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધિત કરતા ઉક્ત વાત કહી હતી . અહીં તેમણે ત્રણ બેઠકો પરથી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.


આ દરમિયાન ડાયમંડ હાર્બર,મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવારો પણ હાજર હતા. પીએમ મોદીએ કહ્યું કે મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, સંતો પર હુમલા થાય છે.આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓ પણ બંધ કરવામાં આવી રહી છે. બંગાળમાં ઘૂસણખોરી ઝડપથી વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો ઇચ્છે છે કે ઘૂસણખોરો બંગાળમાં આવીને સ્થાયી થાય.વડાપ્રધાનએ કહ્યું કે ઘૂસણખોરો બંગાળના યુવાનોના હાથમાંથી તકો છીનવી રહ્યા છે. તેઓ તમારી જમીન અને મિલકતો પર કબજો જમાવી રહ્યા છે. સમગ્ર દેશમાં આ અંગે ચિંતાનો માહોલ છે. સરહદી વિસ્તારોની વસ્તી બદલાઈ રહી છે. આખરે ટીએમસી કેમ સીએએનો વિરોધ કરે છે અને જૂઠ ફેલાવે છે? ઉલ્લેખનીય છે કે પીએમ મોદી છેલ્લા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે. આ અંતર્ગત 1 જૂને બંગાળની 9 લોકસભા સીટો પર મતદાન થવાનું છે.

Reporter: News Plus

Related Post