દિલ્હી : આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પુજારીઓ અને ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરી છે.
અરવિંદ કેજરીવાલે મંદિરના પુજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પુજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું વધુ એક મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું. યોજનાનું નામ છે પુજારી ગ્રંથી સન્માન યોજના. મંદિરોના પુજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દરમહિને રૂ. 18000 સહાયપેટે આપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પુજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે.
પેઢી દર પેઢી કર્મકાંડ કરતાં પુજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી.કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના માટે આવતીકાલે 31 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે. કનોટ પ્લેસના હનુમાન મંદિરના પુજારીઓના રજિસ્ટ્રેશન કરાવી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.
Reporter: admin