News Portal...

Breaking News :

મેલબર્નમાં ભારતનો 184 રનથી શર્મનાક પરાજય

2024-12-30 16:27:52
મેલબર્નમાં ભારતનો 184 રનથી શર્મનાક પરાજય


મેલબર્નઃ રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટેસ્ટ ટીમે ફરી એકવાર ઘૂંટણિયા ટેકવી દીધા અને સિરીઝમાં પીછેહઠ થઈ છે. 


ન્યૂ ઝીલૅન્ડ સામેની 0-3ની હાર બાદ હવે ઑસ્ટ્રેલિયા સામેની પાંચ સિરીઝમાં ચોથી ટેસ્ટને અંતે ટીમ ઇન્ડિયા 1-2થી પાછળ થઈ ગઈછે. મેલબર્નમાં ભારતનો 184 રનથી શર્મનાક પરાજય થયો છે. ખાસ કરીને ભારતના બૅટર્સની નિષ્ફળતાને કારણે ભારતે 1-1ની બરાબરીમાં રહ્યા બાદ પરાજય જોવો પડ્યો છે. પાંચ કારણ એવા છે જે ભારતના મેલબર્નના પરાજય માટે સૌથી વધુ જવાબદાર કહી શકાય. ભારતીય ટીમ 340 રનના લક્ષ્યાંક સામે ફક્ત 155 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતે છેલ્લી સાત વિકેટ આખરી સત્રમાં 20.4 ઓવરમાં માત્ર 34 રનમાં ગુમાવી દીધી હતી.




તો હવે આપણે પરાજયના મુખ્ય કારણ પર નજર કરીએઃ
(1) પ્રથમ દાવમાં 82 રન બનાવનાર ઓપનર યશસ્વી જયસ્વાલે બીજા દાવમાં 310 મિનિટ (પાંચ કલાકથી પણ વધુ સમય સુધી) ક્રીઝ પર રહીને આઠ ફોરની મદદથી 208 બૉલમાં 84 રન બનાવ્યા હતા. તેને ખોટી રીતે આઉટ અપાયો? તેની વિકેટ પર વિવાદ થયો છે. કમિન્સના બૉલમાં વિકેટકીપર ઍલેક્સ કૅરીએ કૅચ પકડ્યો, પરંતુ અમ્પાયરે નૉટઆઉટ જાહેર કર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ડીઆરએસની મદદ લીધી હતી. અલ્ટ્રા એજમાં બૅટની કટ લાગી હોવાનું કંઈ જ પુરવાર નહોતું થયું. જોકે ફ્રન્ટ-ઑન ઍન્ગલ પરથી થર્ડ અમ્પાયરને લાગ્યું કે બૉલનો બૅટના સ્ટિકર સાથે અથવા ગ્લવ્ઝ સાથે અથવા બન્ને સાથે કૉન્ટૅક્ટ થયો અને એ ડિફ્લેક્શનને કારણે તેમણે યશસ્વીને આઉટ જાહેર કર્યો. 
(2) ભારતનો ટૉપ-ઑર્ડર ફરી એકવાર ફ્લૉપ રહ્યો. રોહિત, રાહુલ, વિરાટ, રિષભ પંતના પહેલા દાવમાં અનુક્રમે 3, 24, 36 અને 28 રન હતા. બીજા દાવમાં તેમના અનુક્રમે 9, 0, 5, 30 રન હતા. બન્ને દાવમાં મુખ્ય બૅટર્સ જો નિષ્ફળ જાય તો કઈ ટીમ ઑસ્ટ્રેલિયા જેવી સર્વોત્તમ ટીમ સામે જીતી શકે?
(૩) રોહિત શર્માની કૅપ્ટન્સી પર પણ સવાલ ઉઠ્યા છે. પહેલા દાવમાં તેણે વૉશિંગ્ટન સુંદરને અને પછી બીજા દાવમાં રવીન્દ્ર જાડેજાને ખૂબ મોડી બોલિંગ આપી હતી. તેની રણનીતિ વિવાદના વમળમાં ફસાઈ છે. કયા સમયે કેવા પ્રકારના બોલરને મોરચા પર મૂકવા એની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

Reporter: admin

Related Post