દિલ્હી : કેન્દ્રીય નાણા મંત્રી 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં ખાસ કરીને મધ્યમવર્ગને અનુલક્ષી સુધારાઓ થવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
વિવિધ ઉદ્યોગ જગતના નિષ્ણાતોએ આર્થિક સુધારાઓ માટે વિવિધ ભલામણો કરી છે. જેમાં શેરબજારમાંથી એસટીટી દૂર કરવા, ઈનકમ ટેક્સમાં રાહતો તેમજ મોંઘવારીને અંકુશમાં લેતાં પગલાંઓ લેવા માગ થઈ છે. પીએચડી ચેમ્બરે નાણા મંત્રી સમક્ષ શેરબજારમાં ટ્રેડિંગ પર લાગતા સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા ભલામણ કરી છે.
હાલમાં જ લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ 10 ટકાથી વધારી 12.5 ટકા કરવામાં આવ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન અન્ય એસેટ્સ પર લાગતાં ટેક્સ સમકક્ષ થઈ જતાં શેર્સના ટ્રેડિંગ પર એસટીટી દૂર કરવા માગ કરવામાં આવી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં એસટીટી હેઠળ રૂ. 40114 કરોડ વસૂલ્યા છે. જેથી રોકાણકારો પર ટેક્સનો બોજો હળવો કરવાના ભાગરૂપે આ માગ થઈ છે. જેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે.
Reporter: admin