News Portal...

Breaking News :

કરુણા એનિમલ એમ્બ્યુલન્સે અકસ્માતમાં ઈજા પામેલ બિલાડીનો જીવ બચાવ્યો

2024-07-23 16:16:19
કરુણા એનિમલ એમ્બ્યુલન્સે અકસ્માતમાં ઈજા પામેલ બિલાડીનો જીવ બચાવ્યો



રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ  વડોદરા શહેર વિસ્તારમાં સેવા આપે છે.
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૬૨ સેવા અબોલ પશુઓ માટે જીવાદોરી બની રહી છે. 
 



વડોદરા શહેરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા થી અનેક પશુ પંખીઓને  જીવનદાન  મળ્યું છે. શહેરના પ્રતાપનગર વિસ્તારમાં એક બિલાડીને શ્વાન દ્વારા ઘાતક હુમલો કરવામાં આવતા  બિલાડીને પાછળના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. 
 બિલાડીને મલ્ટીપલ ફ્રેક્ચર અને સ્નાયુઓમાં પણ ગંભીર ઇજા થઈ હતી. શહેરના એક રહીશે સમયસુચકતા વાપરીને તુરંત ૧૯૬૨ ઉપર કોલ કર્યો હતો.




કોલ મળતા જ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી બિલાડીની ગંભીર હાલતને જોતા તરત જ ડો .ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ દ્વારા પગની  સર્જરી કરવામાં આવી હતી. 
આજુબાજુના રહીશોએ આ સેવાનો ખુબ ખુબ આભાર વ્યક્ત  કર્યો હતો.આ તમામ સેવા emri ગ્રીન હેલ્થ સર્વિસીસ હેઠળ ડો. પંકજ મિશ્રા અને પ્રોજેક્ટ  કો-ઓર્ડીનેટર યોગેશ દોશીના માર્ગદર્શન આપવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post