સરકારી નાણાંનો દુરુપયોગ થયાનો આરોપ
મુંબઈ : કર્ણાટક સરકારે એક મહત્વ પૂર્ણ નિર્ણય લેતા ભારતીય સ્ટેટ બૅંક (SBI) અને પંજાબ નેશનલ બૅંક (PNB) સાથેની તમામ પ્રકારની લેવડદેવડ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કરતાં બેન્કિંગ ક્ષેત્રે ભારે ખળભળાટ મચ્યો છે.
આ આદેશ હેઠળ વિભાગોને આ બન્ને બૅંકોમાં એકાઉન્ટ બંધ કરવા અને તેમાં જમા કરેલી રકમ ઉપાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
સરકારના આદેશ મુજબ, આ બન્ને બૅંકોમાં કોઈપણ રકમ જમા કરવામાં નહીં આવે અને રોકાણ પણ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને બૅંકોમાં જમા સરકારી નાણાંનો દુરુપયોગ થયાનો આરોપ લાગ્યા બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકારના નાણાં વિભાગના સચિવ જાફરે આ આદેશ જાહેર કર્યો છે. સરકાર દ્વારા કડક શબ્દોમાં કહેવાયું છે કે, કથિત દુરુપયોગ અંગે એસબીઆઇ અને પીએનબીને ઘણી વખત ચેતવણી આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.
Reporter: admin