વડોદરા શહેર કનોજીયા સમાજ દ્વારા સાતમની ઉજવણી અંતર્ગત ધાર્મિક પ્રવૃત્તિ સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત કુવારા યુવક અને યુવતીઓના પરિચય સંમેલન સાથે સંગીત સમારોહ અને મહાપ્રસાદી પણ યોજાઈ હતી.
વડોદરા શહેર કનોજીયા સમાજ દ્વારા દર વર્ષે સાતમ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં વડોદરા શહેર જિલ્લા ગુજરાત રાજ્ય અને રાજ્યની બહાર વસતા સમાજના બંધુઓ એકત્ર થઈ એકબીજા સાથે પરિચય કેળવવા સાથે સાતમ પર્વની ઉજવણી કરે છે શહેરના ગાજરાવાડી દાળિયા વાળી ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે માતાજીના હવનના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુગલોએ પૂજા કરી નારિયેળ હોમીયું હતું.
બપોર બાદ આઈ ચેકઅપ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં સમાજના અલગ અલગ વયના લોકોએ આઈ ચેક અપ કરાવવા સાથે રક્તનું પણ દાન કર્યું હતું. સાંજે સમાજના કુવારા યુવક અને યુવતીઓના પરિચય સંમેલન તેમજ સંગીત સમારંભ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાપ્રસાદી કાર્યક્રમ યોજ્યો હતો. સાતમની ઉજવણીમાં મોટી સંખ્યામાં સમાજના બંધુઓએ હાજરી આપી લાભ લીધો હતો.
Reporter: admin







