News Portal...

Breaking News :

કાન્હા ગૃપના બિલ્ડર ધવલ ઠક્કરે કાકા સસરા પર હિંસક હુમલો કર્યો હોવાનો આરોપ

2025-05-28 10:38:47
કાન્હા ગૃપના બિલ્ડર ધવલ ઠક્કરે કાકા સસરા પર હિંસક હુમલો કર્યો હોવાનો આરોપ


શહેરના કાન્હા ગૃપના એમડી અને બિલ્ડર ધવલ ઠક્કરે પારિવારીક ઝઘડામાં તેના કાકા સસરા પર હિંસક હુમલો થતાં તેના કાકા સસરા જગદીશ ઠક્કરને હાથ અને પગે ઇજા પહોંચી હતી.  જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 


હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કાકા સસરા જગદીશ ઠક્કરે મીડિયાને જણાવ્યું હતું કે ધવલ ઠક્કરની પત્નીને ધવલ ઠક્કર માર મારતા હતા અને 2 મહિના પહેલા તેમણે આવું ના કરવા સલાહ આપી હતી.  જેની રીસ રાખીને ધવલ ઠક્કર ગત રાત્રીએ તેના માણસોને લઇને તેમના ઘેર આવ્યો હતો. તેઓ રાત્રે બહાર સુતા હતા ત્યારે તેમની પર લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો હતો. બિલ્ડર આલમમાં ચર્ચાતી વિગતો મુજબ પત્ની સાથેના વિખવાદ મુદ્દે પરિવારના વોટસઅપમાં ઝઘડો થતાં જગદીશ ઠક્કરે આવું ના કરવા સલાહ આપી હતી જેથી રાત્રે જ ધવલ ઠક્કર કાકા સસરા જગદીશ ઠક્કરના ઘેર પહોંચ્યો હતો અને હિંસક હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે પણ ઉંડી તપાસ શરુ કરી હતી. કાન્હા ગૃપના એમડી અને બિલ્ડર ધવલ ઠક્કરે આ હુમલો કરતા આજે આખો દિવસ શહેરના બિલ્ડર આલમમાં ભારે ચર્ચા રહી હતી. આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા.

Reporter: admin

Related Post