કોન્ટ્રાક્ટરે આડેધડ રીતે કામ કરતાં અવર જવર માટેનો રસ્તો પણ બ્લોક થઇ ગયો

શહેરના લહેરીપુરા ન્યુ રોડ પર પબ્લીક હેલ્થ લેબોરેટરી આવેલી હતી. જો કે તેનું મકાન જર્જરીત થઇ જતાં આ લેબોરેટરીને અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવી હતી. આ બિલ્ડીંગ જર્જરીત થતું હતું અને પથ્થરો સહિતનો કાટમાળ વારંવાર પડતો હતો જેથી બિલ્ડીંગની પાસેના મકાનમાં રહેતા પરિવારે કોર્પોરેશનમાં જાણ કરી હતી કે લોકોની જાન સામે ખતરો છે જેથી મકાનને તત્કાળ ઉતારી લેવુ જોઇએ. 2023માં આ મામલે કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો. પણ કોન્ટ્રાક્ટરે હમણાં એક સપ્તાહ પહેલા આ મકાન ઉતારવાનું ચાલુ કર્યું હતું. શરુઆતમાં તો કોન્ટ્રાક્ટરે પોતાના ફાયદા માટે બારી બારણા સહિતની ચીજો કાઢી લીધી હતી અને ત્યારબાદ જેસીબી મશીન મુકીને મકાન પાડવાનું શરુ કર્યું હતું. રાત્રે 12.30 વાગે શરુ થયેલું આ કામ સવારે 5.30 વાગ્યા સુધી ચાલુ થયું હતું પણ આડેધડ કામગિરી કરવાના કારણે લેબોરેટરીના આ મકાનની 6 ફૂટ દુર આવેલા મકાનને પણ નુકશાન થયું હતું અને મકાનની ઘણી બધી ચીજો તુટી ગઇ હતી. અધુરામાં પુરુ કાટમાળ પણ એ રીતે કઢાયો હતો કે રસ્તો જ બ્લોક થઇ ગયો હતો અને આ મકાનમાં રહેતા પરિવારને બહાર નિકળવું મુશ્કેલ બન્યું હતું. આ મામલે રાત્રે 2 વખત જ્યારે અધિકારીને ફોન કરાયો ત્યારે અધિકારીએ સાંજે 6.10 પછી ફોન નહી કરવાનો તેમ કહીને દાદાગીરી કરી હતી. ત્યારબાદ મકાનમાં રહેતા પરિવારે સવારે કાર્યપાલક ઇજનેરને ફોન કરતાં કોન્ટ્રાક્ટરે છેક મોડી રાત્રે થોડો રસ્તો ક્લીયર કરી આપ્યો હતો. જો કે મકાનમાં રહેતા પરિવારને કોન્ટ્રાક્ટરનમી આડેધડ કામગિરીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તેમના મકાનને પણ ખાસ્સુ નુકશાન થયું હતું. પાલિકા કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને આર્થિક વળતર ચુકવાય તેવી માગ આ પરિવારે કરી હતી.

પબ્લીક હેલ્થ લેબોરેટરીના મકાનને ઉતારતી વેળાએ કોન્ટ્રાક્ટરની બેદરકારી...
લહેરીપુરા ન્યુ રોડ વિસ્તારમાં પાલિકાની જર્જરીત થઇ ગયેલી પબ્લીક હેલ્થ લેબોરેટરીના મકાનને ઉતારતી વેળાએ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ જર્જરીત મકાનને અડીને આવેલા અન્ય એક મકાનને પણ નુકશાન થયું છે. આ સાથે સતત 2 દિવસ તો મકાનનો કાટમાળ પડવાના કારણે રસ્તો પણ બંધ થઇ ગયો હતો. પાલિકાના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ જર્જરીત લેબોરેટરીના મકાનને અડીને આવેલા મકાનમાં રહેતા પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો પરિવારને આર્થિક નુકશાન પણ થયું હતું. પાલિકા કે કોન્ટ્રાક્ટર દ્વારા આ પરિવારને થયેલું આર્થિક નુકશાન ચુકવાય તેવી માગ કરવામાં આવી છે.

Reporter: admin







