દેશની 543 બેઠકો પર યોજાયેલી લોકસભા ચૂંટણીનાં પરિણામોના વલણ શરૂ થતાં તેની અસર શેરબજાર પર પણ દેખાઈ રહી છે. શેરમાર્કેટના પ્રી-ઓપનિંગ શેશનમાં માર્કેટમાં કડાકો બોલાયો હતો. 9.15 વાગ્યે માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 1600 પોઈન્ટ ડાઉન હતો, જ્યારે નિફ્ટી 400 પોઈન્ટ ડાઉન હતો.
એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ત્રીજી વખત પુનરાગમનની આગાહીની અસર સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તીવ્ર ઉછાળાના સ્વરૂપમાં જોવા મળી હતી અને સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈને સ્પર્શી ગયા હતા.જો આજના એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થશે તો ફરી એકવાર તોફાની તેજી જોવા મળી શકે છે. આજે પણ નિફ્ટીમાં મજબૂત ઉછાળાના સંકેત દેખાઈ રહ્યા છે.લોકસભા ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ 2000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો હતો અને દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 76,738.89ની નવી ઓલ-ટાઇમ હાઈને સ્પર્શ્યો હતો.ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 2507.47 પોઈન્ટ્સ અથવા 3.39 ટકાના ઉછાળા સાથે 76,468.78 ના સ્તર પર બંધ થયો હતો.
Reporter: News Plus