પાંચ લાખથી બધીય બેઠક જીતવાની પાટીલની ગેરન્ટી પુરી નહીં થાય અમિત શાહ, રૂપાલાથી માંડી ગેનીબેન ઠાકોર, ચેતર વસાવાનું ભવિષ્ય નક્કી થશે.આજે લોકસભા-૨૪ની ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે.ત્યારે એકક્ઝીટ પોલ અને સટ્ટા બજાર કેટલા સાચા પડે એ તો પરિણામ પછી જ ખબર પડે. પણ વિપરીત પરિણામ આવે શકે તેમ છે.
જો પશ્ચિમ બંગાળમાં બહેરામ પુર બેઠક પર થી TMC જીતશે તો વડોદરાના બે વ્યક્તિ લોકસભામાં પ્રવેશ કરશે. વડોદરાના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણ ને TMC એ ટિકિટ આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે, શું હવે ભાજપનું રોલર ફરશે કે કોંગ્રેસ ગાબડું પાડશે?.આજે અમિત શાહ, રૂપાલા, માંડવીયા, મોઢવાડીયા, અમિત ચાવડાથી માંડી ગેનીબેન ઠાકોર, ચેતર વસાવા નું ભવિષ્ય નક્કી થશે.ગુજરાતમાં કુલ ૨૪૦ ઉમેદવારનું ભવિષ્ય કાલે નક્કી થશે.ગુજરાતમાં વિપરીત પરિણામ આવશે. તેમાંય બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર કોંગ્રેસ જીતે તો નવાઈ નહિ. જોકે, ભાજપ ૨૬ બેઠક જીતવાનો દાવો કરી રહી છે. લોકસભાની સાથે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં ૨૦ મતગણતરી કેન્દ્રો પર મંગળવારે સવારે ૮ વાગ્યે મતગણતરી હાથ ધરાઈ રહી છે .સમગ્ર કાઉન્ટિગ પ્રોસેસ માટે પર કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ૩૦ ચૂંટણી અધિકારી અને ૧૭૫ મદદનીશ ચુંટણી અધિકારી ફરજ બજાવશે.મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ મત ગણતરી કેન્દ્ર ઉપર હાજર છે સવારે ૧૧ વાગ્યાથી જ ટ્રેન્ડ સામે આવી જશે,બપોરે બેવાગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રાજ્યના ૨૬ મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે પર કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ૩૦ ચૂંટણી અધિકારી અને ૧૭૫ મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવે છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રામ અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટલી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણુંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં લાવી મતની ગણતરી શરુ થઈ હતી તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથાસ્ટ્રૉગરૂમની બહાર ઝઈલ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહી.એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકાર કમબેક થવાની વાત કહી છે ત્યારે ચૂંટણી પંચ ૮ વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે .પહેલા ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ પ્રમાણે ફરી એકવાર મોદી સરકાર આવી રહી છે, પરંતુ NDA ૪૦૦નો આંકડો પાર કરે છે કે નહીં? તે સાંજે સ્પટ થઇ જશે.
Reporter: News Plus