લોકસભાની ચૂંટણીઓમાં એનડીએ બહુમત મળતા હવે એનડીએ 3.0 સરકાર બનશે. તેને સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે આઠમી જૂનના રોજ સાંજે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરી શકે છે.
લોકસભાના પરિણામો બાદ NDA અને indi ગઠબંધન ની આજે બેઠક મળવાની છે સાંજે ચાર કલાકે એનડીએ ની બેઠક મળશે તો સાંજે છ કલાકે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે બંને ગઠબંધન પોત પોતાની રીતે કઈ ભૂમિકા ભજવી તે અંગેનો નિર્ણય લેશે. એનડીએ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે સંભવતઃ આગામી આઠમી જૂન ના રોજ સાંજના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરી શકે છે અને તેઓના સાથી મંત્રીમંડળના લોકો પણ શપથ લેશે રાષ્ટ્રપતિ ભવન ખાતે હાલ શપથ ગ્રહણ ની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે ત્યારે આઠમી જૂન ના રોજ ત્રીજી વખત મોદી શપથ ગ્રહણ કરશે તેવું જાણવા મળ્યું છે.
Reporter: News Plus