એસ પી સુબોધ ઓડેદરા અને એલ સી બી પી આઈ જે જે પટેલ સહીત ની ટિમની કામગીરી...

જૂનાગઢ શહેરમાં ગુજસીટોકના કેસમાં વોન્ટેડ અને ગંભીર ગુનાઓમાં ફસાયેલો કાળા દેવરાજ આખરે પોલીસના હાથે ચઢ્યો છે. મંગળવારે બપોરના સમયે ખડીયા – બિલખા રોડ નજીકથી એસ પી સુબોધ ઓડેદરા અને એલ સી બી પી આઈ જે જે પટેલ સહીત ની ટિમ, સી ડિવિઝન પોલીસ અને સ્પેશિયલ પોલીસ ટીમે તેને ઝડપી લીધો હતો. ખાસ વાત એ છે કે કાળા દેવરાજે પોલીસ પર હુમલો કરી પોતે છટકી જવાની કોશિશ કરી હતી. તેણે પીછો કરી રહેલી પોલીસની જીપોને ટક્કર મારી હતી જેમાં કેટલાક પોલીસ કર્મીને ઇજા પણ થઇ હતી. જો કે પોલીસે જીવના જોખમે તેનું પીછો કરી, તેને પકડી લીધો હતો અને તેના વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનિય છે કે આરોપી કાળા દેવરાજ પર કુલ 107 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. થોડા સમય પહેલા વહીવટી તંત્ર દ્વારા તેના બંગલાનું ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાતાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યારથી કાળા દેવરાજ બે મહિનાથી ફરાર હતો. પોલીસ સતત તેની શોધખોળમાં હતી. ગઈકાલે રાત્રે એલસીબી અને એસપી ટીમને બાતમી મળી હતી કે કાળા દેવરાજ તેના સાગરિત રાજુ સાથે બ્લુ કલરની કારમાં ખડીયા બગડું વિસ્તારમાંથી પસાર થવાનો છે. જ્યારે પીઆઇ જેજે પટેલની સ્પેશિયલ ટીમે તેની ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કાળા દેવરાજે ગાડી યુ ટર્ન મારી ભાગવાનું કર્યું. પોલીસના પીછા દરમિયાન કાળા દેવરાજે પોતાની કારથી પોલીસની ગાડીઓને ટક્કર મારી, તેમા નુકસાન થયું. તેમ છતાં, એસપીની આગેવાનીમાં એલસીબી અને સ્પેશિયલ ટીમે તેને ઝડપી પાડ્યો. આરોપી કાળા દેવરાજને ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જૂનાગઢ શહેરની વિવિધ જગ્યાએ લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવાયું હતું. તે છેલ્લા બે મહિનામાં ક્યાં ક્યાં છૂપાયો હતો, કોની પાસે હતો તેની માહિતી મેળવી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે તેની ગાડીમાંથી ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કર્યા છે. તેની સામે હત્યાની કોશિશ, ગુજસીટોકના ભંગ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. DYSP હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું કે કાળા દેવરાજને પકડવા માટે જૂનાગઢ પોલીસ, એલસીબી અને સ્પેશિયલ ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી, આખરે આ આજે મોટી સફળતા મળી છે. સાંજે પોલીસે તેનો વરઘોડો પણ કાઢ્યો હતો જેથી લોકોના મનમાં જે એનો ડર છૅ તે નીકળી જાય. જૂનાગઢ ની એલ સી બી ટીમે જે કામગીરી કરી હતી તેની જૂનાગઠ વાસીઓ એ બિરદાવી હતી.

કાળા દેવરાજે પોલીસની ગાડીને ટક્કર મારી
કાળા દેવરાજ સામે 107 ગુના અને તે રીઢે ગુનેગાર છે. તેના પરિવારના સભ્યો અને આસામાજીક તત્વો અને સોશિયલ મીડિયા દ્વારા તેની મિલકતો ડિમોલીશન ના થાય અને તે એરેસ્ટ ના થાય તે માટે દબાણ કરી રહ્યો હતો પણ બાતમીના આધારે એલસીબી પીઆઇ જેજે પટેલ સહિતની ટીમોએ વોચમાં રહી રોડ બ્લોક કરાવતા તેને ખ્યાલ આવી જતાં તે ભાગ્યો હતો પણ પોલીસને 2 ગાડીને ટક્કર મારી જીવલેણ હુલો કર્યો પણ પોલીસે તેને પકડ્યો હતો. તેની ગાડીમાંથી ઘાતક હથિયારો પણ મળ્યા છે. ગુજસીટોકનો શરતભંગ થતા કોર્ટે કાળા દેવરાજ સામે વોરન્ટ ઇસ્યુ કર્યું હતું અને તેને પકડવાનો પ્રયત્ન થયો હતો પણ ગત રાત્રીએ પોલીસે સ્વીફટમાં જતો હતો ત્યારે પકડી લેવાયો હતો. પોલીસ કર્મીઓને ઇજા પણ થઇ હતી. તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરુ કરાઇ છે. તેને કોણે મદદ કરી છે અને 2 મહિના ક્યાં હતો તેની તપાસ શરુ કરાઇ છે. આરોપીએ એ ઇન્સ્ટા પર વીડીયો મુકી પોલીસ સામે આરોપો કરેલા છે તેના પુરાવા મેળવવા તથા કોની મદદગારી હતી તેની તપાસ શરુ કરાઇ છે. તેની સાથે રાજુ બોડીને પકડી લેવાયો છે. તેને અગાઉ પણ સૂચના અપાઇ હતી કે આશ્રય આપવાના ગુનામાં તેની ધરપકડ થઇ શકે છે અને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે
હિતેશ ધાંધલ્યા, ડીવાયએસપી
કાળા દેવરાજને પકડવા રોહિત શેટ્ટીની ફિલ્મ જેવા દ્રષ્યો સર્જાયા...
પોલીસને ખબર હતી કે કાળો દેવરાજ શાતિર છે અને આવા શાતિર ગુનેગારોને કઇ રીતે પકડવા તે જૂનાગઢ એલસીબી પીઆઇ જે.જે.પટેલ સારી રીતે જાણતા હતા અને તેથી તેમણે પ્લાન બનાવીને કાળા દેવરાજ જે રોડ પરથી પસાર થવાનો હતો તે રોડ જ બ્લોક કરી દીધો હતો એટલે કાળા દેવરાજે રસ્તામાં પોલીસ જોઇ જતાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને જેમ તમે રોહિત શેટ્ટીની ફિલ્મોમાં જુવો છો તેવો જીવ સટોસટનો ખેલ રચાયો હતો કાળો દેવરાજ ભાગ્યો એટલે પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. કાળાએ પોલીસની 2 ગાડીને ટક્કર પણ મારી પણ છતાં પોલીસે તેનો પીછો કર્યો અને ફિલ્મોમાં જોવા મળે છે તેમ તેને કોર્ડન કરીને ઉભા રહેવા મજબૂર કરી દીધો હતો અને છેવટે કાળાને પોલીસની શરણે આવવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ન હતો.

Reporter: admin







