News Portal...

Breaking News :

જીસેકમાં છેલ્લે 2005માં હેલ્પરોની ભરતી કરવામાં આવી હતી

2025-02-19 18:01:04
જીસેકમાં છેલ્લે 2005માં હેલ્પરોની ભરતી કરવામાં આવી હતી


વડોદરા : ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરની ભરતી માટેની પરીક્ષા લેવાની જાહેરાત જૂન, 2022માં કરવામાં આવી હતી. 


એ પછી હજી પરીક્ષા લેવામાં નહીં આવતા ઉમેદવારોએ વડોદરા સ્થિત જીસેકની હેડ ઓફિસમાં રજૂઆત કરી છે. ઉમેદવારોએ આવેદનપત્ર આપીને કહ્યું હતું કે, જીસેકમાં છેલ્લે 2005માં હેલ્પરોની ભરતી કરવામાં આવી હતી. એ પછી 2022માં 800 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા લેવાની જાહેરાત થઈ હતી. 


પરીક્ષા માટે 5500 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા અને તેની ચકાસણીની કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ હતી. એ પછી જેટકોએ પરીક્ષા લેવાનું માડી વાળ્યું હતું. અમે આ બાબતે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ પણ પરીક્ષા લેવા માટે લીલી ઝંડી આપી હતી.

Reporter: admin

Related Post