ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે 19 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો.

ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ 'ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન'ના નારા લગાવ્યા હતાં.વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હઠકડીનો વિરોધ કર્યો હતો.હાલમાં જ અમેરિકાથી પરત લાવવામાં આવેલાં ગુજરાતના ત્રણ ગેરકાયદે અપ્રવાસીઓને સોમવારે 17 ફેબ્રુઆરીએ અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ રવિવારે 16 ફેબ્રુઆરીએ 112 ગેરકાયદે અપ્રવાસીઓનું ત્રીજુ વિમાન અમૃતસર એરપોર્ટ ઉતર્યું હતું. 5 ફેબ્રુઆરીએ ગેરકાયદે રૂપે અમેરિકામાં પ્રવેશ કરનાર ભારતીયોનું પહેલું ગ્રુપ અમેરિકાના વાયુસેનાના વિમાનમાં પંજાબના અમૃતસરમાં પહોંચ્યું હતું.
Reporter: admin







