News Portal...

Breaking News :

ડભોઈમાં અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજાયો .

2024-06-06 15:43:57
ડભોઈમાં અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજાયો .


સમસ્ત આદિવાસી સમાજ ,ડભોઈ અને મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, તરસાલી વડોદરા, જિલ્લા રોજગાર કચેરી, રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે સત્તર ગામ લેઉવા પાટીદાર સમાજની વાડી,ડભોઇ ખાતે 


વડોદરા ,છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના  ફક્ત અનુસુચિત જનજાતિ (એસટી) મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર,વોકેશનલ તાલીમ, વિદેશ રોજગાર અને શિક્ષણની તકો તથા રોજગાર કચેરી સેવાઓ અને રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભરતી મેળામાં ધો.૧૦,૧૨ પાસ,આઇટીઆઇ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ વર્ષ થી ૩૫ વર્ષના ૮૦૦ થી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો.ભરતી મેળામાં ૧૦ થી  વધુ નોકરીદાતા દ્વારા ૫૦૦ થી વધુ વેકન્સી માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. 


જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના અધિકારી દ્વારા ૭૫ દિવસની ફ્રી નિવાસી તાલીમ માટે ચકાસણી કરી આગામી દિવસોમાં  કેમ્પ યોજવામા આવશે. રોજગાર ભરતી  મેળામાં સ્થળ સુધી આવવા, જવા માટે ઉમેદવારોને મફત મુસાફરી માટે એસ ટી કુપન આપવામા આવી હતી .ભરતી મેળામા સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના શ્રી શૈલેષ વસાવા અને હોદેદારો તેમજ વડોદરા જિલ્લાના મદદનીશ નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા .

Reporter: News Plus

Related Post