News Portal...

Breaking News :

ઇન્ડિયન રેલવે ટિકિટ ચેકીંગ સ્ટાફ ઓર્ગેનાઇઝન દ્રારા છાસ વિતરણ નો કાર્યક્રમ

2024-06-06 18:21:41
ઇન્ડિયન રેલવે ટિકિટ ચેકીંગ સ્ટાફ ઓર્ગેનાઇઝન દ્રારા છાસ વિતરણ  નો કાર્યક્રમ


શહેર માં દિવસે ને દિવસે ગરમી પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે 'તેરા તુજકો અર્પણ' અંતગર્ત ઇન્ડિયન રેલવે ટિકિટ ચેકીંગ સ્ટાફ ઓર્ગેનાઇઝન દ્રારા છાસ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


જેમાં ખાસ સુશીલ બરેડીયા તથા આર એન વર્મા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત માં યાત્રીઓને અને કુલીઓ ઠંડી છાસ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં સાથે ટ્રેનમાં મુસાફરોને છાશ વિતરણ કરવામાં નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 5000 થી વઘુ લોકો ને છાસ વિતરણ કરવામાં આવ્યું હતું.અસહ્ય ગરમી વચ્ચે દરરોજ વડોદરા રેલવે સ્ટેશન ઉપર હજારો યાત્રાળુંની અવરજવર રહેતી હોય છે. સવારના 11 થી સાંજના ચાર વાગ્યા સુધી તાપમાનનો પારો સરેરાશ 42 ડિગ્રી  એ તપતો હોય છે ત્યારે લાંબી મુસાફરી કરે આવતા મુસાફરોની હાલત અત્યંત કફોડી બની જાય છે.વડોદરા રેલવે સ્ટેશન ખાતે 'તેરા તુજકો અર્પણ' અંતગર્ત ઇન્ડિયન રેલવે ટિકિટ ચેકીંગ સ્ટાફ ઓર્ગેનાઇઝન દ્રારા છાસ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.

Reporter: News Plus

Related Post