News Portal...

Breaking News :

જીતો દ્વારા જોબ મેલાનું આયોજન:: 27 કંપનીઓ અને 450 થી વધુ નોકરી વાંછુઓ ઉમટી પડ્યા

2024-06-24 16:08:37
જીતો દ્વારા જોબ મેલાનું આયોજન:: 27 કંપનીઓ અને 450 થી વધુ નોકરી વાંછુઓ ઉમટી પડ્યા


આજે બેરોજગારી એ ખૂબ જ વિકટ સમસ્યા છે આ સમસ્યાને હલ કરવા માટે જીતો વડોદરા ચેપ્ટર દ્વારા એક જોબ મેલા નું ભવયાતી ભવ્ય આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી હોટેલ સૂર્યા પેલેસ ખાતે આજે સવારે 09:00 થી સાંજના છ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે 


એમ જીતો વડોદરાના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમિત ભટનાગર તથા શ્વેતા જૈન દ્વારા નોકરી શોધતા યુવાનોને તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક સાહેબ જણાવ્યું હતું કે આચાર્ય નય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજા દ્વારા જીતો બનાવવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ બી ટુ બી એટલે કે એકબીજા સાથે બિઝનેસ કરી દેશની ઇકોનોમીને મજબૂત બનાવવી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત તથા જૈનોનો પવિત્ર મંત્ર એવા નમસ્કાર મહામંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા 


બીસીસીઆઈના અગ્રણી નિલેશ શુક્લા,મહાવીર જૈન કોલેજ ના પ્રતાપભાઈ તથા બિપિન, ઉત્તમ, ભરત ટોલીયા તૃપ્તિ શાહ , યુનિવર્સિટી ના પુર્વ સેનેટર દીપક શાહ સહિત અનેક મહાનુભાવો આજના કાર્યક્રમમાં જોડાયા હતા.એમ જીતો યુથ ચેરમેન ઋષભ પાનપરીયા એ જણાવ્યું હતું.આજે જે  ૪૫૦ થી વધારે યુવાનો નોકરી માટે આવ્યા છે તેમના ઇન્ટરવ્યૂ લઈને તેમને તુરત જ નોકરી આપવામાં આવશે જેમાં મુખ્યત્વે આર આર કેબલ , ટિકિટાર ઇન્ડસ્ટ્રી, અમેરિકન સ્ટીલ લિમિટેડ, પ્રતીક ઇલેક્ટ્રિકલસ, નાકોડા સ્ટીલ, વાસુ હેલ્થ કેર, શૈલી ઇન્ડસ્ટ્રીઝ, શશી કેટરર, ઝવેરી સિક્યુરિટીઝ સહિત 27 જેટલી ઇન્ડસ્ટ્રીઝના માલિકો નોકરી ઓફર કરવા માટે આગળ આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી એમ  જીતો ની મહિલા વિંગ ના બીજલબેન મહેતાએ જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post