News Portal...

Breaking News :

ક્રોધ કો પાલના શીખ.કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતાં કાર્યવાહી કરવા માંગ ઉઠી

2024-06-24 15:59:53
ક્રોધ કો પાલના શીખ.કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતાં  કાર્યવાહી કરવા માંગ ઉઠી


ફરિયાદી દ્વારા મળતી વિગત અનુસાર કરજણ તાલુકા ના તલાટી કમ મંત્રી ભાવેશ કે. અસારી જેઓ હાલમાં પિંગલવાડા, ખેરડા-હરસુંડા તથા ઈ.ચા.ખાંધા, કરમડી તથા વહીવટદાર તરીકે સાંસરોદ,ઉરદ,કુરાઈ,ઉમજ તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે.


આજરોજ તાલુકા પંચાયત કચેરી, કરજણ ખાતે અઠવાડિક મિટિંગ હોય જેમાં તેઓ હાજર રહેલ ત્યાર બાદ મિટિંગ પુર્ણ થતા કરમડી ગામના મુળ તથા હાલ વડોદરના એક અરજદારના ફોર્મ પર સહી-સિક્કા કરવાના કામ અર્થે તાલુકા પંચાયત કરજણ ના મહિલા પ્રમુખના પતિ તેમજ તાલુકા પંચાયત સદસ્ય રોહનભાઈ પટેલ (નિશાળિયા) દ્વારા તલાટી કમ મંત્રીનાઓને બોલાવીને એક પદાધિકારીને ન શોભે એવા અપશબ્દો તથા અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડી મારામારી કરી છે તેમજ જાહેરમાં જાતીવિષેયક અપશબ્દો બોલી અપમાનજનક વર્તન કરેલ છે. 


જેના કારણે કરજણ તલાટીઓમાં આત્મસન્માનની લાગણી દુભાતા કરજણ તલાટીમાં ભારે રોષ વ્યાપી ગયો છે જેને વખોડી કાઢીએ છીએ તથા કસુરદારોની ધરપકડ કરીને તેઓ સામે પ્રજામાં દાખલો બેસે એવી માંગ ઉઠી છે. આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવામા આવી છે અને જો દિન-2 માં  કાર્યવાહી કરવામાં નહી આવેતો આગામી સમય અમારે સરકારી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા વિનંતિ કરી છે અને ભવિષ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલના કર્મચારી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સલામતી માટેના પગલાં લેવા વિનંતિ કરી છે.

Reporter: News Plus

Related Post