News Portal...

Breaking News :

નસવાડી તાલુકામાં છેલ્લા દસ દિવસથી Jio નું નેટવર્ક બંધ રહેવાથી સ્થાનિક ગ્રામજનો તેમજ વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓમાં ભારે મુશ્કેલી

2026-04-15 14:19:41
નસવાડી તાલુકામાં છેલ્લા દસ દિવસથી Jio નું નેટવર્ક બંધ રહેવાથી સ્થાનિક ગ્રામજનો તેમજ વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓમાં ભારે મુશ્કેલી


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા દસ દિવસથી Jio નું નેટવર્ક બંધ રહેવાથી સ્થાનિક ગ્રામજનો તેમજ વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. 


મોબાઇલ નેટવર્ક ન મળતા લોકો દૈનિક કામકાજ, ઑનલાઇન સેવાઓ અને તાત્કાલિક સંપર્કમાં મોટી અડચણ અનુભવી રહ્યા છે.વિશેષ કરીને ડુંગર વિસ્તારના રહેવાસીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે. નેટવર્ક મેળવવા માટે લોકો ડુંગર ઉપર ચઢી રહ્યા છે અને કેટલાક ગામોમાં તો લોકો ઢોલ-નગારા વગાડી પ્રતિકાત્મક રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, જે સમગ્ર વિસ્તારનું ધ્યાન આકર્ષી રહ્યું છે.સ્થાનિકોનું કહેવું છે કે નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને તાત્કાલિક સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. 


અનેકવાર ફરિયાદો કર્યા છતાં હજી સુધી સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેને લઈને લોકોમાં અસંતોષ ફેલાયો છે.ગ્રામજનોએ તાત્કાલિક નેટવર્ક સેવા પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે અને સંબંધિત અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઇ જલ્દીથી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. 

Reporter: admin

Related Post