News Portal...

Breaking News :

ગ્લોબલ કંપનીના કોન્ટ્રાક્ટરનું હૃદયરોગના હુમલા થી મોત

2026-04-15 14:17:08
ગ્લોબલ કંપનીના કોન્ટ્રાક્ટરનું હૃદયરોગના હુમલા થી મોત


સાવલી રાણીયા ગ્લોબલ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિક્રમભાઈ પર્વતભાઈ પગી મંગળવારે બપોરે 3 વાગ્યે અસરામાં સાવલી થી પોતાના ઘરે શહેરા તાલુકાના નાકોડી ગામે જવા નીકળ્યા હતા 



તે દરમિયાન બપોરે 3 :45 વાગ્યાના અરસામાં ડેસર તાલુકાના વાલાવાવ ની પાંડુ ચોકડી પાસે તેમને છાતીમાં દુખાવો કરતા તેમની કાર બાજુમાં ઊભી કરી દીધી હતી અને તેઓ કારની અંદર બેઠેલા હતા ત્યારબાદ તે અધૅબેભાન અવસ્થામાં થઈ ગયા હતા એ દરમિયાન કોન્ટ્રાક્ટરના કામદાર દ્વારા તેમને ફોન કરતા હતા પરંતુ સંખ્યાબંધ ફોન કર્યા બાદ પણ તેમને ફોન નહીં ઉપાડતા કામનારોને શંકા ગઈ હતી આથી કોન્ટ્રાક્ટર વિક્રમભાઈ શોધખોળ કર્યા હતા ત્યારે વાલાવાવ ચોકડી નજીક તેમની કાર જોવા મળી હતી 


કામદારો કાર જોતા વિક્રમભાઈ અંદર બેભાન હાલતમાં પડ્યા હતા આથી માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓની મદદથી કારનો કાચ તોડી તેમનું કારનો દરવાજો ખોલી તેમને બહાર કાઢી તેમને ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા  મૃત જાહેર કર્યો હતો આથી તેમના શહેરા ખાતે તેમના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ તેના પરિવારજન ડેસર દવાખાને આવી ગયા હતા  મૃતક વિક્રમભાઈના પરિવારમાં તેમની પત્ની એક પુત્ર અને ત્રણ દીકરીઓ હતી. 

Reporter: admin

Related Post