વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે પુષ્ટિમાર્ગીય હવેલી પરંપરા અનુસાર ખૂબ સુંદર મનોરથો થાય છે.
પૂજ્યની મંગલ ઉપસ્થિતિમાં જન્માષ્ટમીના પાવન પ્રસંગે જન્માષ્ટમી ઉત્સવ 26 ઓગસ્ટ 2024ને સોમવારના રોજ રાઘવ મ્યુઝિક પ્રસ્તુત શ્રીનાથજી દર્શન, રાત્રે 8 થી 12 સુધી રજૂ કરવામાં આવશે. તેમજ ઠાકોરજી પંચામૃત સ્નાનના દર્શન સવારે 6:00 કલાકે, તિલક દર્શન શૃંગારમાં સવારે 11:30 કલાકે, રાજભોગ દર્શન બપોરે 1.00 કલાકે દર્શન, સાંજે 7:30 કલાકે સંધ્યા દર્શન, અને રાત્રે બધા વૈષ્ણવો માટે ફરાળી ભોજનની વ્યવસ્થા કરેલ છે.
પછી રાત્રે 8:30 કલાકે શયન દર્શન રાત્રે 9:30 કલાકે તેમજ જાગરણ દર્શન રાત્રે 10 .00 કલાક થી 11:30 કલાકે થશે અને જન્મની ઝાંખી (કૃષ્ણ જન્મ પંચામૃત સ્નાન) ના દર્શન રાત્રે 12:00 કલાકે થશે તેમજ તારીખ 27 ઓગસ્ટ 2024 મંગળવારના રોજ ના રોજ ઠાકોરજી સુખાર્થે ભવ્ય નંદ મહોત્સવ ના દર્શન હવેલી પ્રણાલિકા અનુસાર નંદરાયજી, યશોદાજી, ગોપી અને ગ્વાલ બનાવવામાં આવશે સાથે પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ ઠાકોરજીને પલનામાં ઝુલાવવામાં આવશે ત્યારબાદ સવારે 9:00 કલાકે સુંદર નંદ મહોત્સવમાં યુવાનો તેમજ હજારોની સંખ્યામાં વૈષ્ણવો, રાજકીય મહાનુભાવો, શ્રેષ્ઠીજનો, તેમજ શહેરીજનો જોડાશે અને સાંજે સંધ્યા દર્શન થશે.
Reporter: admin