સાવલી તાલુકાના લામડાંપુરા રોડ આવેલી કંપની માંથી જમ્મુ કાશ્મીર પોલીસ અને મંજુસર પોલીસે સંયુકત ઓપરેશન માં દોઢ વર્ષ થી જમ્મુ ની જમ્મુ એન્ડ કાશ્મીર સુરણ કોટ ગામની બેંક લૂંટનો દોઢ વર્ષથી ફરાર આરોપી ને ઝડપી પાડ્યો.
સાવલી લામડાપુરા રોડ પર આવેલ ગુજરાત વિક્ટરી ફોર્જીંગ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ માંથી સિક્યુરિટી તરીકે ફરજ બજાવનાર દાનિશ સગીર શાહ નામના આરોપીને ઝડપી પાડ્યો.જમ્મુ કાશ્મીર માં આવેલ સુરણકોટ શહેરમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંક માં દોઢ વર્ષ અગાઉ બેંક રોબરી કરીને ફરાર હતો આરોપી.લામડા પુરા ખાતે ટાઈગર સિક્યુરિટી ફોર્સમાં છેલ્લા છ માસથી લામડાપુરા ખાતે નોકરી કરતો હતો.જમ્મુ કાશ્મીર પોલીસે મોબાઈલ લોકેશન ના આધારે ટ્રેસ કરીને મંજુસર પોલીસ સ્ટેશન સંપર્ક કરીને મંજુસર પોલીસ જવાનો અને કાશ્મીર પોલીસ સહિત સંયુક્ત ઓપરેશનમાં આરોપીને ઝડપી પાડ્યો
મંજુસર પોલીસ મથકે જરૂરી કાગળ પર કાર્યવાહી કરી જમ્મુ પોલીસ આરોપીને લઈને રવાના થઈ
Reporter: News Plus