અમદાવાદ : રાજસ્થાનના પાલીમાં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમનું મોત નીપજ્યું હતું.
હિટ એન્ડ રનની ઘટનામાં જૈન સાધુના મોતના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. જૈન સમાજ દ્વારા આજે અમદાવાદમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૈન સમાજ દ્વારા વિહાર કરતાં સાધુ-સાધ્વીની સુરક્ષાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે જૈન સાધુ-સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા એક વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી. તાજેતરમાં માર્ગ અકસ્માતમાં જૈન સાધુઓના દુર્ઘટનાગ્રસ્ત મોતના બનાવને સમાજ દ્વારા "અકસ્માત નહીં, પરંતુ ષડયંત્ર" ગણવામાં આવી રહ્યો છે.
આ ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવે અને દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે જૈન સમુદાયે શાંતિપૂર્ણ રીતે રેલી યોજી હતી. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, આવા બનાવો સંવેદનશીલ ધર્મગુરુઓની સુરક્ષા પર પ્રશ્ન ઊભો કરે છે અને સરકાર તથા પોલીસ તંત્રે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. રેલીમાં મોટી સંખ્યામાં શ્રાવકો, સાધુ-સાધ્વીજીઓ અને યુવાવર્ગે ભાગ લીધો હતો.
Reporter: admin