News Portal...

Breaking News :

જૈન પ્રગતિ સેન્ટર દ્વારા ડે નાઈટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી: ૨૦ ટીમો એ ભાગ લીધો: જૈનોનું ત્રણ પેઢીના લોકો ભેગા થઇને આ ક્રિકેટમાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો

2025-05-20 14:25:12
જૈન પ્રગતિ સેન્ટર દ્વારા ડે નાઈટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી: ૨૦ ટીમો એ ભાગ લીધો: જૈનોનું ત્રણ પેઢીના લોકો ભેગા થઇને આ ક્રિકેટમાં ઉલ્લાસભેર ભાગ લીધો હતો


જૈન પ્રગતિ સેન્ટરના વડોદરાના પ્રમુખ હાર્દિક ગાંધી એ જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષ થી જેપીસી કપ - ડે- નાઈટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ વર્ષે SRP ગ્રાઉન્ડ, મકરપુરા ખાતે છેલ્લા ૧૧ દિવસ ચાલેલી આ મેચની પુર્ણાહુતી થઈ હતી. જેમાં મેન્સ ટીમ, લેઙીઝ ટીમ, બાળકોની ટીમોએ ભાગ લીધો હતો. 



દરમિયાનમાં વાઈસ પ્રેસિડેન્ટ પ્રણવ શાહે જણાવ્યું હતું કે મેન્સ ટીમમાં સહારા ટાઈગરસ ,લેડીઝ ટીમ માં વોયેજ વોરીયરસ અને બાળકોની ટીમમાં JPC થંડરબોલ્ટ ટીમ વિજેતા બની હતી અને દરેકને માતરુ મરુદુલાબેન શાંતિલાલ વૈદ્ય JPC કપ -૨૦૨૫ એનાયત કરવામાં આવ્યો હતો.વધુમાં મહામંત્રી પ્રણવ નાણાવટી એ જણાવ્યું હતું કે જૈન પ્રગતિ સેન્ટર વડોદરામાં ૨૦૦૯ થી સ્થાપના થઇ છે ત્યારથી જૈનોના ઉત્કર્ષ અને વિકાસ માટે જુદી જુદી લોકો ઉપયોગી પ્રવૃતિ કરવામાં આવે છે. 


વધુમાં JPC સેન્ટ્રલ બોર્ડના ચેરમેન પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અમે લવ જેહાદ જેવા દુષણો જૈન સમાજમાં ના ઘુસે તે માટે ડિસેમ્બર મહિનામાં સામુહિક પસંદગી લગ્ન કરાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. આ મેચ છેલ્લા ૧૧ દિવસ થી ચાલતી હતી અને આજે એની પુર્ણાહુતી અને વિજેતા ટીમોને JPC કપ એનાયત કરવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.

Reporter:

Related Post