વડોદરા: મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખંડેરાવ ગાયકવાડની પ્રતિમા પર પાણીનો છંટકાવ કરી સાફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે મહાન વિભૂતિઓની પૂર્ણ કદની અથવા તો અર્ધ કદની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. આ તમામ પ્રતિમાની નિયમિત સફાઈ થતી નથી જેના કારણે હાલત બદતર બની છે. વડોદરા શહેરમાં આશરે આવી 32 પ્રતિમાઓ મૂકવામાં આવી છે. આ પ્રતિમાઓની કાળજી ત્યારે જ લેવાય છે, જ્યારે જન્મ જયંતિ હોય અથવા તો પુણ્યતિથિ હોય.

બાકીના દિવસોમાં પક્ષીઓની ચરકથી અથવા તો ધૂળ માટી ઉડવાથી તે ગંદી બનેલી હોય છે, પણ આજે પાલિકાના બગીચામાં પાણી નાંખનાર માળીએ ખંડેરાવ ગાયકવાડની પ્રતિમા પર પાણીનો છંટકાવ કરી સાફ કરવા નો પ્રયાસ કર્યો હતો.



Reporter: admin