વડોદરા : કૃણાલ ચાર રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેર કાયદેસર દબાણો અને પથારાને પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે અને નગરસેવક શ્રીરંગ રાજેશ આયરે રજૂઆતના પગલે પાલિકા ટાઉન લાઈનના અધિકારીઓએ વિસ્તારનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

વડોદરા શહેર સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશનનો પ્લોટ નબર 191 તથા ખાનગી સર્વે નબર 556માં ગેર કાયદેસર દબાણ અંગે વડોદરા મહા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી અને ટીમ દ્વારા જગ્યાનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી સર્વે થયા બાદ જે તે જગ્યા પર થયેલ ગેર કાયદેસર પ્થારાઓ લારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તે અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ દિવસો પહેલા કૃણાલ ચાર રસ્તા પાસે શેરડીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ મથકે કરવામાં આવી હતી ત્યારે પૂર્વ નગર સેવક રાજેશભાઈ આયરે દ્વારા આવી ધટના ને ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરી કરવામાં આવી છે અને આ દબાણો વ્હેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ નગર સેવક રાજેશભાઈ આયરે જણાવ્યું હતું.





Reporter:







