આ કાર્યક્રમમાં 1200 થી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી તથા 40 પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન BJP વડોદરા શહેરના પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.

350થી વધુ ઉમેદવારોને તાત્કાલિક સ્થળ પર નોકરીઓ મળ્યાં હતા. શૈલી એન્જિનિયરિંગના એક્ઝયુકિટીવ ડિરેક્ટર શ્રી લક્ષ્મણભાઈ સંઘવીએ જણાવ્યું કે, “આવા કાર્યક્રમો સતત થવા જોઈએ અને અમે આવા યથાર્થ પ્રયત્નોને હંમેશાં સમર્થન આપીએ છીએ.”આ કાર્યક્રમમાં JITO વડોદરા ચેરમેન પોખરાજ દોશીની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી.

ઉપરાંત DCP ઝોન ૨ અભય સોની પણ હાજર રહ્યા અને તેમણે યુવાઓના મનોબળમાં વધારો કર્યો.JITO Jobsના કન્વીનર આદિત્ય શાહએ કો કન્વીનર ઋષભ પાનપરીયા એ જણાવ્યું કે, અમારી ટીમે છેલ્લા ૨ મહિનાથી સતત મહેનત કરી હતી અને આજે એ પ્રયત્નો સફળ સાબિત થયા છે. આ કાર્યક્રમ વડોદરાના યુવાઓ માટે આશા અને રોજગારીનું સશક્ત મંચ સાબિત થયું છે.
Reporter: admin







