મકરપુરાની રે.સ.નં.272 ની જમીન અંગે જમીન માલિક તરીકે મૂકેશભાઈ મગનભાઈ કીકાણીએ કેટલીક સ્પષ્ટતાઓ કરવાની સાથે સંબંધિત જમીન વેચાણ દસ્તાવેજ થી 2023 માં મૂળ માલિક પાસેથી ખરીદી હોવાની વિગતો આપી છે.
તેમણે આ જમીન વિવાદ અંગે ભુપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે. તેમણે ભુપેન્દ્ર શાહ સામે વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલી ફરિયાદો ની વિગતો તેમના મીડિયાને મોકલેલા નિવેદન માં વિગતવાર જણાવી છે.તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની માલિકીની ઉપરોક્ત જમીન અંગે ડેવલપમેન્ટ કરાર જેવા ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે
અને માલિક તરીકે તેમણે સંબંધિત જમીનને સાચવવા મુકેલા સુરક્ષાકર્મીઓને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ બાબતમાં પોલીસને ગેરમાર્ગે દોરીને તેમને હેરાન કરવાના પ્રયત્નો આક્ષેપીતો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Reporter: admin