News Portal...

Breaking News :

રક્ષિત ચૌરસિયાના હિટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણને તાત્કાલિક મુક્ત કરવા આદેશ

2025-04-06 18:40:55
રક્ષિત ચૌરસિયાના હિટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણને તાત્કાલિક મુક્ત કરવા આદેશ


વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચકચારી મચાવનાર રક્ષિત ચૌરસિયાના હિટ એન્ડ રન કેસમાં સિવિલ જજનો એક આદેશ સામે આવ્યો છે. 

રક્ષિતકાંડને મામલે નામદાર વધારાના સિવિલ જજ બી.કે.રાવલ દ્વારા આરોપી પ્રાંશુ ચૌહાણની ધરપકડ ગેરકાયદેસર ગણી તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.અકસ્માત વેળાએ રક્ષિતે બેફામ રીતે કાર હંકારી હતી ત્યારે પ્રાંશુ ચૌહાણ પણ તે જ ગાડીમાં તેની સાથે બેઠો હતો. કારેલીબાગ પોલીસની ગેરકાયદેર અટકાયત સામે આરોપી તરફે થયેલ રજૂઆત સ્વીકારી સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશને આધીન પ્રાંશુ ચૌહાણને તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું હતું.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

Reporter: admin

Related Post