વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 જૂન સુધી વિવિધ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. ત્યારે પાલિકાએ જાહેરમાં ગંદકી કરવા બદલ 1.52 લાખનો દંડ વસુલ્યો છે. સ્વચ્છ ભારત મિશન" થકી પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ ક૨વામાં આવી છે.
રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા અને જન-આંદોલન થકી ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે અગ્રેસર બનાવવા "નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા” અભિયાન હેઠળ તા 4 જૂનના ના રોજ શહેરના તમામ જાહે૨ માર્ગો, મુખ્ય માર્ગો, મોલ, માર્કેટ વિસ્તા૨ની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધ૨વામાં આવી હતી.
સદર સઘન સફાઈ ઝુંબેશમાં સભાસદો, અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ 22 જેટલી સામાજિક સંસ્થાઓ સહભાગી થઇ હતી. સફાઈ ઝુંબેશ દરમિયાન 70 મે.ટન જેટલો કચરાને એકત્રિત કરીને તેનો આખરી નિકાલ ક૨વામાં આવ્યો હતો. આ જાહે૨ સ્થળોને સ્વચ્છ રાખવા અંગે ૨ાખવા અંગે જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી. તા.3 જૂનના ૨ોજ જાહે૨ માર્ગ ૫૨ ગંદકી ક૨વા બદલ રૂ1,52,800ની પેનલ્ટી વસૂલ ક૨વામાં આવી હતી.
Reporter: News Plus