દેશ-વિદેશના અંદાજે 300 ખેલાડીઓની ભાગીદારી સાથે યોજાયેલા આ ટૂર્નામેન્ટ..
વડોદરાને વૈશ્વિક રમતોત્સવના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવ્યું..
વડોદરા શહેરમાં ITF 200 – International Tennis Federation Tournament ના ઉદ્ઘાટન સમારોહનું આયોજન શનિવાર, 20 ડિસેમ્બર 2025 ના રોજ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તથા ડો. જયપ્રકાશ સોની (પ્રમુખ, વડોદરા ભા.જ.પા) ના કરકમળે કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન સમારોહ ગાયકવાડ ગોલ્ફ ક્લબ, વડોદરા ખાતે આવેલા ટેનિસ કોર્ટ્સમાં સવારે 8:30 વાગ્યે યોજાયો હતો.
આ ટૂર્નામેન્ટને આ વર્ષે માસ્ટર્સ કેટેગરીમાં સૌથી વધુ એન્ટ્રીઓ મળતા વિશેષ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે, જેમાં ૩૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લઈ ટેનિસ પ્રત્યે વધતી રુચિ અને ઉત્સાહ દર્શાવ્યો હતો.ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જેના કારણે આ સ્પર્ધા ખરેખર વૈશ્વિક રમતોત્સવ બની છે. ઉદ્ઘાટન પ્રસંગે રમતગમત જગતના અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો, ખેલાડીઓ અને ટેનિસપ્રેમીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી.ટૂર્નામેન્ટના આયોજક ડૉ. વિજય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા આંતરરાષ્ટ્રીય સ્તરના આયોજનથી યુવા ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાની સ્પર્ધાનો અનુભવ મળશે તથા વડોદરા શહેર રમતગમતના ક્ષેત્રે નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.
Reporter:







