વડોદરા નજીક વેમાલી ગામ પાસેથી મગફળીની આડમાં કન્ટેનરમાં જુનાગઢ લઈ જવાતો રૂપિયા 9 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો.
કન્ટેનરના ડ્રાઇવરની કેબીનમાં ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો શોધવા માટે પોલીસને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બનાવમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.દારૂનું ચોરખાનું શોધતા દોઢ કલાક થઈ:મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો 9 લાખના દારૂ સાથે બેની ધરપકડ કરતી વડોદરા પોલીસ વડોદરા નજીક વેમાલી ગામ પાસેથી મગફળીની આડમાં કન્ટેનરમાં જુનાગઢ લઈ જવાતો રૂપિયા 9 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો હતો. કન્ટેનરના ડ્રાઇવરની કેબીનમાં ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો શોધવા માટે પોલીસને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બનાવમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.કેવી રીતે દારૂ પકડ્યો
આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકના પીઆઇ. વી. એમ. ટાકે જણાવ્યું હતું કે. મોડી રાત્રે મંજુસર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, વેમાલી ગામ પાસે સિદ્ધાર્થ એનેએક્સરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ કન્ટેનર ઉભું છે અને તેમાં દારુનો જથ્થો છે. તેથી તુરત જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કન્ટેનરના ચાલકને શોધીને તેને સાથે રાખી કન્ટેનરમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ગુણોની ઉથલપાથલ કરી મળતી માહિતી અનુસાર કન્ટેનર પાસે પહોંચેલી પોલીસને કન્ટેનરની પ્રાથમિક તપાસ દરમિયાન કન્ટેનરમાં મગફળી ભરેલી ગુણો મળી આવી હતી. પોલીસ દ્વારા મગફળી ભરેલી 350 જેટલી ગુણોની ઉથલપાથલ કરવા છતાં દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો. દરમિયાન પોલીસે કન્ટેનર ચાલકના કેબિનમાં તપાસ શરૂ કરી હતી. પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કન્ટેનરમાંથી પણ કોઈ ચોરખાનું મળી આવ્યું ન હતું. એક તબક્કે પોલીસને બાતમી ખોટી હોવાનું લાગ્યું હતું.
Reporter: News Plus