News Portal...

Breaking News :

બાળ સ્વરૂપ કૃષ્ણની પૂજા કરવી જરૂરી

2024-08-24 15:50:33
બાળ સ્વરૂપ કૃષ્ણની પૂજા કરવી જરૂરી


જન્માષ્ટમીએ લાલજીની પધરામણી કરતા પેહલા પ્રાણપ્રતિષ્ઠા કરવી જરૂરી છે. કૃષ્ણની પૂજા કરવી ખુબ શુભ ગણવામાં આવે છે, માટે ભગવાન કૃષ્ણની પધરામણી કરતા પેહલા અમુક વાતો જાણવી જરૂરી હોય છે. 


ભગવાન કૃષ્ણનો જન્મ ૫૨૫૧ વર્ષ પેહલા દ્વાપર યુગમાં રોહિણી નક્ષત્રમાં રાત્રે ૧૨ કલાકે થયો હતો. તેમના જન્મ થતા ભક્તોના ઘરે ઘરે આનંદ છવાયો હતો. હાલ દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. લોકો વર્ષોથી આ તહેવાર હર્ષો ઉલ્લાસથી માનવી રહ્યા છે. આ દિવસે ઘરે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અને આવનાર સમયમાં જીવનના દરેક કષ્ટ દૂર થાય છે. માટે આ તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે માનવવમાં આવે છે.ભગવાન કૃષ્ણની પધરામણી કરવા પ્રાણ પ્રતિષ્ઠા કરવી જરૃરી છે. આ માટે પાત્રમાં લડ્ડુ ગોપાલને રાખી તેમાં તુલસી પધરાવીને સ્નાન કરાવવું. જળમાં ચંદન અને કેસર મેળવવું. ભગવાનને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાથી સાફ કરી લેવા. અને લાલ કે કેસરી વસ્ત્ર પહેરાવવા. કાનાજીને મુકુટ પેહરાવવો અને મોરપંખ લગાવવું. કાંનમાં કુન્નડળ અને ગળામાં મોતીનો હાર પેહરાવવો. કમરમાં કમરબંન્ધ અને પગમાં પાયલ પહેરાવવી. વસ્ત્ર પહેરાવ્યા બાદ ચંદનનો લેપ લગાવો. ફળ - ફૂલ અર્પણ કરવા. પારણામાં ભગવાનને બેસાડી દૂધ - ફળ, પંજરી, માખણ -મિસરીનો ભોગ લગાવવો, ઘીનો દીવો પ્રગટાવવો, આરતી -અગરબત્તી કરવી , શંખ વગાડી કૃષ્ણનો મન્ત્ર કરવો. 


ભગવાન કૃષ્ણનો પાઠ કરવો અને ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી. આમ કરવાથી ભગવાન તમારી જાણતા અજાણતા થયેલ ભૂલોને માફ કરે છે. ભગવાનનું રૂપ ખુબ સુંદર હોય છે. મન મોહે તેવું હોય છે . ભગવાનની આરતી નિયમિત કરવાથી અને ભગવાનની પૂજા કરવાથી તમારી જિંદગીના તમામ કષ્ટ દૂર થાય છે . ઘરમાં નાના બાળકોને આ રીતે નિયમિત પૂજા કરતા શીખવાડવાથી બાળકોનું ભવિષ્ય ઉજ્વળ બને છે અને તેમનામાં સારા સંસ્કાર આવે છે. નિયમિત પૂજા કરવાથી ક્યારેય ખરાબ પરિસ્થિતિ આવતી નથી અને કોઈ આપણું ખરાબ કરી સકતા નથી. માટે નિયમિત ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. ભગવાનની પણ નજર ઉતારતા શીખો. અને રાત્રીના સમયે ભગવાનને મચ્છરદાની ઓઢાડીને કાનજીને સુવડાવો. ભગવાનને નાના બાળકની જેમ સાચવો. ભગવાન કોઈ ભોગ કે પૈસાના ભૂખ્યા નથી, ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે, નિયમિત પૂજા કરવાથી તમારા જીવનમાં આવતા દુઃખ દૂર થાય છે  અને આવનારી દરેક સમસ્યાઓ ટળી જાય છે. ભગવાનની સેવા ભાવ પૂર્વક કરવાથી ભગવાન હંમેશા તેમના આશીર્વાદ બનાવી રાખે છે અને જીવન સુખમય બની જાય છે.

Reporter:

Related Post