News Portal...

Breaking News :

મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત

2026-04-15 11:17:47
મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત


વડોદરા : ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે એટલે કે ચાર ઉમેદવારને મત આપી શકશે. 


જો ચારથી ઓછા ઉમેદવારને મત આપવો હોય તો આપી શકાશે, પરંતુ મત આપ્યા બાદ રજિસ્ટરનું પીળું બટન દબાવવું ફરજિયાત છે.ચૂંટણી પંચ દ્વારા મતદારોને વોટિંગમાં મુશ્કેલી ન પડે અને મતદાન પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે ચૂંટણી પહેલા ટ્રેનિંગો પણ ગોઠવાતી હોય છે અને આ સાથે મતદારોને પણ ધ્યાનમાં રાખવી જેવી માર્ગદર્શિકાઓ જાહેર કરાય છે. 


જે મુજબ આ વખતની કોર્પોરેશન ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે. દરેક વોર્ડમાં જુદા જુદા પક્ષના ચાર ઉમેદવારની પેનલ હોય છે, ત્યારે જો કોઈ વોર્ડમાં 15થી 20 ઉમેદવાર હોય તો તેમાંથી મતદાર કોઈપણ પક્ષના એક અન્ય પક્ષના એક એ રીતે જુદા જુદા ઉમેદવારને મત આપી શકશે અને ઉમેદવારે 1થી લઈને 4 સુધીની સંખ્યામાં મત આપી શકશે. મહત્તમ ચાર મત આપી શકાશે.

Reporter: admin

Related Post