News Portal...

Breaking News :

અમેરિકાની સાયલન્ટ પ્રેશરની નીતિ યુદ્ધ ખતમ થવાની નજીક : ડોનાલ્ડ ટ્રમ્પ

2026-04-15 11:13:28
અમેરિકાની સાયલન્ટ પ્રેશરની નીતિ યુદ્ધ ખતમ થવાની નજીક : ડોનાલ્ડ ટ્રમ્પ


વોશિંગ્ટન : અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર લાગુ કરવામાં આવેલા નૌસેનિક નાકાબંધીની અસર પહેલા જ દિવસે જોવા મળી રહી છે. 


રિપોર્ટ્સ મુજબ, બ્લોકેડ(નાકાબંધી)ના પહેલા દિવસે ઈરાનના કોઈપણ બંદર પરથી કોઈ જહાજ બહાર નીકળ્યું નથી. એટલું જ નહીં, લગભગ છ વેપારી જહાજો અમેરિકન ચેતવણી બાદ રસ્તામાંથી જ પાછા ફરી ગયા હતા. દાવો છે કે છેલ્લા 24 કલાકમાં સ્ટ્રેટમાંથી 20થી વધુ જહાજો પસાર થયા છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 'યુદ્ધ ખતમ થવાની નજીક' છે.રસપ્રદ વાત એ રહી કે આ દરમિયાન એક પણ ગોળી ચાલી નથી અને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની જરૂર પડી નથી. એટલે કે અથડામણ વગર જ અમેરિકાએ પોતાની વ્યૂહનીતિની અસર બતાવી દીધી છે. 


નિષ્ણાતો તેને 'સાયલન્ટ પ્રેશર'ની નીતિ ગણાવી રહ્યા છે, જ્યાં તાકાતનો ઉપયોગ કર્યા વિના જ વિરોધીને પીછેહઠ કરવા મજબૂર કરવામાં આવે છે.જો કે બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતો આંતરરાષ્ટ્રીય ટ્રાફિક સામાન્ય રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 20થી વધુ કોમર્શિયલ જહાજો કોઈપણ અવરોધ વગર આ રસ્તા પરથી પસાર થયા હતા. તેનાથી સ્પષ્ટ છે કે અમેરિકાની નાકાબંધી અત્યારે માત્ર ઈરાન સાથે જોડાયેલા જહાજોને ટાર્ગેટ કરી રહી છે, જ્યારે બાકીના દેશો માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post