News Portal...

Breaking News :

ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર જગ વિક્રમ 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને બુધવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું

2026-04-15 11:09:44
ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર જગ વિક્રમ  20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને બુધવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું


કંડલા: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સમુદ્રી નાકfબંધીના ભય વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. 


ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' (Jag Vikram) 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને આજે બુધવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા બે અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષવિરામ બાદ હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) પસાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે. આ જહાજ શુક્રવાર રાતથી શનિવાર સવારની વચ્ચે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સમુદ્રી માર્ગ પરથી પસાર થયું હતું અને ઓમાનની ખાડી થઈને ભારત તરફ આગળ વધ્યું હતું.ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. 


ભારત આશરે 88% કાચું તેલ, 50% કુદરતી ગેસ અને 60% LPG વિદેશથી મંગાવે છે. આ પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની દ્વારા આવે છે. યુદ્ધના કારણે આ માર્ગ પ્રભાવિત થતા ભારતમાં કોમર્શિયલ વપરાશકારો માટે એલપીજીના પુરવઠામાં કાપ મૂકવો પડ્યો હતો, જે હવે આ જહાજના આગમન સાથે પુનઃસ્થાપિત થવાની આશા છે.

Reporter: admin

Related Post