ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જે આ બંને લાગું થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલી જશે.
ગુજરાતમાં લોકસભાની હાલ 26 બેઠક છે, જે વધીને 39 થઈ જશે. જ્યારે વિધાનસભાની 182 બેઠકનો આંકડો વધીને 273 સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે, જ્યારે કેટલીક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે.નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમની અમલવારી લોકસભાની વર્ષ 2029ની ચૂંટણી પહેલાં થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
જાણકાર સૂત્રોના મતે આ નવા સીમાંકનના કારણે ગુજરાતમાં લોકસભાની હાલની 26 બેઠકોમાં નવી 13 બેઠકનો ઉમેરો થવાની શક્યતા છે. જ્યારે વિધાનસભાની 182 બેઠકમાં નવી 90 બેઠક ઉમેરાશે. કુલ બેઠકોમાં નવા અધિનિયમ હેઠળ 1/3 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એટલે કે ગુજરાતમાં લોકસભામાં 13 બેઠક અને વિધાનસભામાં 91 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે.
Reporter: admin







