સયાજીમાં મહિલાનું મોત થયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડીને હોબાળો મચાવ્યો
વડોદરામાં સંજીવની હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે માતા અને બાળકનું મોત થયું હોવાનો આરોપ લગાવીને તેમના પરિવારજનોએ આજે સયાજી હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાના પગલે પોલીસ તત્કાળ દોડી આવી હતી અને પરિવારજનોને શાંત પાડી તપાસ કરવાની ખાતરી આપી હતી

શહેરના સોમા તળાવ પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં પ્રસુતિનો દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ થયેલ માતા અને બાળકનું મોત થયું છે. પ્રસુતિ માટે બાકરોલ ગામના 22 વર્ષીય ભૂમિકાબેન ભાલીયા દાખલ થયા હતાભૂમિકાબેન ભાલીયાએ 22 તારીખે સંજીવની હોસ્પિટલમાં બાળક ને જન્મ આપ્યો હતો. સિઝર ડીલીવરી બાદ બાળક જન્મતાની સાથે ડોકટરે મૃત જાહેર કર્યો હતો . સીઝરીંગ કરતા લોહી વધુ વહી ગયું હતું. લોહી નીકળવાનું બંધ ન થતા મહિલાને સંજીવની હોસ્પિટલના ડોકટરે સયાજી હોસ્પિટલમાં માં રીફર કર્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન શનિવારે મોડી રાત્રે 2 વાગે ભૂમિકાબેન ભાલીયાનું મોત થયું હતું. રવિવારે સવારે હોસ્પિટલ પરિસરમાં એકત્ર થયેલા ભારે હોબાળો મચાવ્યો હતો અને સંજીવની હોસ્પિટલના તબીબ સામે ગુનો નોંધવાની માગ સાથે પરિવાજનોએ ભૂમિકાબેન ભાલીયાના મૃતદેહને સ્વીકારવાની ના પાડી હતી. ઘટનાના પગલે કપુરાઇ પોલીસ પણ હોસ્પિટલમાં પહોંચી હતી. પોલીસ સમક્ષ ડોક્ટરે નોર્મલ ડીલેવરીના બદલે સીઝરીંગ કરતા લોહી વધુ વહી ગયું હોવાનો પરિવારે આરોપ લગાવી સંજીવની હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે માતા અને બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યો હતો.

ડોક્ટરની બેદરકારી અંગે તપાસ થશે
વધુ સારવાર માટે મહિલાને એસએસજીમાં લવાયા હતા જયાં ગત રાત્રે 2 વાગે મોત થયું હતું. તેમના પરીવારજનોનો આક્રોષ કે બેદરકારીથી મોત થયું છે. અમે તપાસ કરી રહ્યા છે. જો ખરેખર ડોક્ટરની બેદરકારી હશે તો તેની સામે કાર્યવાહી કરાશે.
ડી સી રાઓલ,પીઆઈ , કપુરાઇ પોલીસ સ્ટેશન
ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરો
સારવાર માટે એડમિટ સંજીવની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને પછી 5-30 વાગે સીઝર ડીલવરી થઇ હતી પછી બાળકને બ્લડીંગ બંધ ના થયું એટલે કાચની પેટીમાં મુક્યું અ મૃત્યું પામ્યું હતું. અમારી એક જ માગણી છે કે દવાખાનાને સીલ મારો અને ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ
કરણ ભાલીયા, મહિલાનો પતિ


Reporter: admin