News Portal...

Breaking News :

યાત્રાધામ પાવાગઢ ખાતે વાર્ષિક મેઈન્ટેનન્સના કારણે 17 મી ફેબ્રુઆરી થી બંધ રખાયેલ રોપ-વે સેવા વધુ 3

2025-03-01 18:44:43
યાત્રાધામ પાવાગઢ ખાતે વાર્ષિક મેઈન્ટેનન્સના કારણે 17 મી ફેબ્રુઆરી થી બંધ રખાયેલ રોપ-વે સેવા વધુ 3


સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ઉષા બ્રેકો લિમિટેડ કંપની સંચાલિત માં કાલિકા ઊડન ખટોલા રોપ-વે સેવા સતત કાર્યરત છે 


જેમાં રોપ-વે સુવિધા મારફતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે રોજે રોજ તેમજ વાર તહેવાર અને શનિવાર રવિવારની રજાઓમાં આવતા હજારો લાખો યાત્રીકોને માચી થી ડુંગર સુધી અવરજવર કરવામાં  આવે છે જેમાં દર વર્ષે વાર્ષિક મેઈન્ટેનન્સના કારણે રોપ-વે સેવા બંધ રાખી વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત ગત તારીખ 17 મી ફેબ્રુઆરી 2025 થી 1 માર્ચ 2025 સુધી એટલે કે 13 દિવસ સુધી ઉષા બ્રેકો લિમિટેડ કંપની દ્વારા રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો 


જેને લઈને છેલ્લા 13 દિવસ જેટલા સમયથી પાવાગઢ ખાતે રોપ-વે સેવા બંધ રહેતા યાત્રિકોને માચી થી ડુંગર સુધી જવા માટે પગપાળા અનેક પગથિયાં ચઢવા પડતા હતા અને યાત્રિકો પગપાળા જ મહાકાળી માતાજીના દર્શન કરવા ડુંગર જતા હતા જેમાં છેલ્લા 13 દિવસથી વાર્ષિક મેઈન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવેલ રોપ-વે સેવા 2 જી માર્ચ રવિવારના રોજથી રાબેતા મુજબ શરૂ થનાર હતી પરંતુ વાર્ષિક મેઈ ન્ટેનન્સની કામગીરી પૂર્ણ ન થવાને કારણે વધુ 3 દિવસ એટલે કે 2 જી 3જી અને 4 થી માર્ચ સુધી રોપ-વે સેવા યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય રોપ-વે સેવાના સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે જોકે ત્રણ દિવસ બાદ 5 મી માર્ચ 2025 ના રોજ થી રાબેતા મુજબ રોપ-વેની સુવિધા યાત્રિકોની સુખ સુવિધા માટે શરૂ કરવામાં આવશે તેવી માહિતી મળવા પામેલ છે.

Reporter: admin

Related Post