News Portal...

Breaking News :

આજીવન કેદની સજાનો ફરાર કેદી પંચમહાલ ગોધરા જિલ્લાના એરંડી ગામ ખાતેથી ઝડપાયો

2025-03-01 18:40:14
આજીવન કેદની સજાનો ફરાર કેદી પંચમહાલ ગોધરા જિલ્લાના એરંડી ગામ ખાતેથી ઝડપાયો


વડોદરા : વર્ષ 2017માં વડગામ પોલિસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા તેમજ અન્ય ગુનાના આરોપી વિજયસિંહ ધુડસિંહ પઢીયાર (રહે. વરૂણેશ્વર મંદિરની સામે, વરણામા તા.જી.વડોદરા)ને પાલનપુર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવેલ અને કેદી અમદાવાદ જેલ ખાતે સજા હેઠળ હતો. 


દરમ્યાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેદીને તા.26/08/23 થી તા.01/09/2023 ની દિન-07 ની વચગાળાના જામીન ઉપર તા.25/8/23ના રોજથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી મુકત કરવામાં આવેલ. પેરોલ પરથી કેદીને તા.02/09/2023ના રોજ મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે હાજર થવાનું હતું. પરંતુ હાજર થયો ન હતો અને ફરાર થઇ ગયો હતો. 


છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ રાજ્ય/જિલ્લા ખાતે સ્થળાંતર કરી રોકાતો હતો અને થોડા સમયથી મહારાષ્ટ્ર રાજ્ય ખાતે છુટક ડ્રાઇવીંગ કામ કરી પોલીસ ધરપકડથી નાસતો-ફરતો હતો. દરમિયાન વડોદરા જિલ્લા પેરોલ-ફર્લો સ્કોડને ફરાર કેદી પંચમહાલ ગોધરા જિલ્લાના એરંડી ગામ ખાતે આવવાની માહિતી મળતા પોલીસે ત્યાં પહોંચી એરંડી ગામની સીમથી વિજયસિંહ પઢિયારને ઝડપી પાડ્યો હતો.

Reporter: admin

Related Post