આ કામે ઉપરોક્ત નંબરથી ગુમ જાણવા જોગ વિસાવદર પો.સ્ટે.માં દાખલ થતા અને ગુમ થનારને એક પુત્ર ઉવ.૧૧ વર્ષનો હોય. જેથી એક પુત્રને શક્ય તેટલી વહેલી તકે તેની માતાનો પ્રેમ મળી રહે તે હેતુથી બનાવને અગ્રતા આપી વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીએ ગુમ થનાર દયાબેન વલ્લભભાઇ કાનજીભાઇ સાવલીયા ઉવ.૩૫ રહે. રૂપાવટી ગામ તા. વિસાવદર વાળીને શોધી કાઢવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

તેઓની તપાસમાં ફલીત થયેલ કે, આ ગુમ થનારને તેના જ ગામના હાર્દિક ધીરૂભાઇ સુખડીયા સાથે પ્રેમ સબંધ હતો અને આ કામે ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા શંકાની સોઇ હાર્દિક સુખડીયા તરફ જ ચીંધાઈ આવતી હોય. જેથી આ શકમંદ ઇસમ હાર્દિકની અવાર નવાર પુછપરછ કરવામાં આવેલ અને ટેકનિકલ માહીતી આધારે પણ પુછપરછ કરવામાં આવેલ. પરંતુ શકમંદ ઇસમે પોલીસ પાસે એવી હકિકત જાહેર કરેલ કે, આ ગુમ થનાર દયાબેનને કોઇ રાહુલ નામના છોકરા સાથે પ્રેમ હોય જેથી દયાબેનને રાહુલ સાથે ભાગી જવામાં મદદ કરેલ છે. તે સીવાય પોતાને કોઇ હકિકતની જાણ નથી અને હંમેશા પોતે નિર્દોષ હોવાની અને બનાવ વધુ અંગે કોઇ હકિકત જાણતો નહી હોવાની જ હકિકત તપાસમાં જણાવેલ હોય. તેમજ શકમંદ ઇસમે બનાવ જાહેર થયેલ ત્યારથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દિધેલ હતું. જે શકમંદ ઇસમનો એફ.એસ.એલ. કચેરી ગાંધીનગર ખાતે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવવામાં આવેલ હતા. જેમાં પણ મજકુર આરોપીએ પોતાની મજબુત માનસીકતાના કારણે કોઇ હકિકત સામે આવવા દિધેલ ન હતી. જેથી આ બનાવ ખુબજ કઠીન અને પડકાર જનક સાબીત થયેલ હતો.
આ બનાવ ખુબજ કઠીન અને પડકારજનક સાબીત થતા જૂનાગઢ પોલીસ આ કામની ગુમ થનારને વહેલામાં વહેલી તકે શોધી તેઓની તપાસમાં ફલીત થયેલ કે, આ ગુમ થનારને તેના જ ગામના હાર્દિક ધીરૂભાઇ સુખડીયા સાથે પ્રેમ સબંધ હતો અને આ કામે ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા શંકાની સોઇ હાર્દિક સુખડીયા તરફ જ ચીંધાઈ આવતી હોય. જેથી આ શકમંદ ઇસમ હાર્દિકની અવાર નવાર પુછપરછ કરવામાં આવેલ અને ટેકનિકલ માહીતી આધારે પણ પુછપરછ કરવામાં આવેલ. પરંતુ શકમંદ ઇસમે પોલીસ પાસે એવી હકિકત જાહેર કરેલ કે, આ ગુમ થનાર દયાબેનને કોઇ રાહુલ નામના છોકરા સાથે પ્રેમ હોય જેથી દયાબેનને રાહુલ સાથે ભાગી જવામાં મદદ કરેલ છે. તે સીવાય પોતાને કોઇ હકિકતની જાણ નથી અને હંમેશા પોતે નિર્દોષ હોવાની અને બનાવ વધુ અંગે કોઇ હકિકત જાણતો નહી હોવાની જ હકિકત તપાસમાં જણાવેલ હોય. તેમજ શકમંદ ઇસમે બનાવ જાહેર થયેલ ત્યારથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દિધેલ હતું. જે શકમંદ ઇસમનો એફ.એસ.એલ. કચેરી ગાંધીનગર ખાતે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવવામાં આવેલ હતા. જેમાં પણ મજકુર આરોપીએ પોતાની મજબુત માનસીકતાના કારણે કોઇ હકિકત સામે આવવા દિધેલ ન હતી. જેથી આ બનાવ ખુબજ કઠીન અને પડકાર જનક સાબીત થયેલ હતો.
આશરે સવા વર્ષ જેટલો લાંબો સમય થઇ ગયેલ હોય જેથી શકમંદ આરોપી પણ જાણે નિર્ભય બની ખુલ્લે આમ ફરવા લાગેલ હોય અને આ ઇસમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી પુછપરછ કરતા નિર્ભય રીતે પોતે કોઇ ગુન્હાહીત કૃત્ય કરેલ જ નથી તે રીતના જવાબો આપતો હોય. જેથી આ કામે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ટીમ દ્વારા આ કામની તપાસ તથા મળી આવેલ ટેકનિકલ પુરાવા તથા સાંયોગીક પુરાવા તથા ખાનગી બાતમીદારો મારફતે મળી આવેલ હકિકતનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરી શકમંદ હાર્દિક ધીરૂભાઇ સુખડીયાની પુછપરછ કરતા પ્રથમ પોતે અગાઉ જણાવેલ હકિકતને જ વળગી રહેતો હોય. પરંતુ જ્યારે આ કામે સતત યુક્તિ પ્રયુક્તિથી તથા ઉલટ સુલટ સવાલોનો મારો કરી તેની સામેના કેટલાક પુરાવા તેને બતાવતા આખરે શકમંદ હાર્દિક સુખડીયા ભાંગી પડેલ અને પોતે જ ગુમ થનાર દયાબેનના પ્રેમ પ્રકરણથી કંટાળી ગઇ તા.૦૩/૦૨/૨૦૨૪ ના રોજ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હડાળાથી ખારી તરફ જતા રસ્તે હડાળા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ આગળ પડતર જગ્યામાં આવેલ કુવા પાસે લઇ જઈ તેણીનું મોત નિપજાવી લાશને કુવામાં ફેકી દિધેલ હોવાની હકિકત જણાવતા આ કામે તાત્કાલીક ગઇ તા.૨૭/૦૨/૨૦૨૫ નારોજ શકમંદ ઇસમ હાર્દિકને સાથે રાખી પંચોની હાજરીમાં તેના જણાવ્યા મુજબની જગ્યામાં આવેલ કુવામાં ફાયર બ્રિગેડની ટીમ અમરેલી તથા એફ.એસ.એલ. ટીમ અમરેલીની મદદથી તપાસ કરતા માનવ કંકાલના અવશેષો મળી આવતા ફોરેન્સીક પી.એમ. થવા સારૂ ભાવનગર ખાતે મોકલી આપેલ છે. તેમજ આ કામે મરણજનાર દયાબેનના પતી વલ્લભભાઇ સાવલીયાની ફરીયાદ લઈ વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૭૦૨૫૦૧૦૩ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૨૦૧ મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે.
Reporter:







