ગાંધીનગર : આજથી ત્રણ દિવસીય વિધાનસભાનાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા ગૃહમાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. દાંતાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતી ખરાડીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિગતવાર જવાબ આપ્યો હતો. આ બાબતે શિક્ષણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાનાં 12 શિક્ષકો, પાટણનાં 7 શિક્ષકો.તેમજ વિદેશ વસતા શિક્ષકોને એકપણ પગાર ચૂકવાયો નથી. બનાસકાંઠાનાં 6 શિક્ષકો બરતરફ તેમજ 2 શિક્ષકોનાં રાજીનામાં લેવાયા છે. પાટણનાં રજા લઈને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ નથી. કાયદા નિષ્ણાંતનો અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી થશે.તેમજ કોંગ્રેસનાં દાણી લીમડાનાં ધારાસભ્ય શૈલેષ પરમારે પણ ગુલ્લીબાજ શિક્ષણ મામલે ગૃહમાં સવાલ કર્યો હતો કે, સમગ્ર રાજ્યમાં કેટલા શિક્ષકો છે અને તમે શું પગલા લીધા? બાળકોનાં શિક્ષણનું શું અધિકારી સામે પગલાં કેમ ન લીધા? શિક્ષક 2013 થી વિદેશ ગયા છે હાલ 2024 ચાલી રહ્યું છે.
વિદેશ ગયેલા શિક્ષકોનો દાખલો ઉજાગર થયો છે.ધારાસભ્ય શૈલેષ પરમારનાં સવાલમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો હતો કે, હાલ માત્ર 60 શિક્ષકો વિદેશ છે. દર વર્ષે વધઘટનાં કેમ્પમાં ધ્યાન આવે છે. ઓનલાઈન હાજરીનાં રીપોર્ટનાં આધારે વિગતો લેવાઈ છે. તેમજ જીલ્લા શિક્ષણાધિકરીને કાર્યવાહી કરવા મોકલાયા છે. 134 શિક્ષકોને ભૂતકાળમાં બરતરફ કર્યા છે. તેમજ 130 શિક્ષકો સામે નાણાં વિભાગનાં જાહેરનામા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ હાલ નગર પ્રાથમિકનાં 10 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે.
Reporter: