વાઘોડીયા ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર વાઘોડિયા પોલીસે વોચ રાખતા ડભોઇના એક ઈસમને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વાઘોડિયા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વાઘોડિયા પોલીસ વાઘોડિયા ડભોઇ રોડ પર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આઘારે કે ફલોડ નજીક આવેલા શનિદેવના મંદીરની પાછળ સ્મશાન જવાના રસ્તા ઉપર ખુલ્લી જગ્યામાં રિયાઝ ઉર્ફે બટાકી બાપુ ઈમ્તિયાઝ સૈયદ રહે. આઈસ ફેક્ટરી પાછળ મોરવાડા જીન ડભોઇ હાલ કાજીવાડ મસ્જિદ નજીક બેગ વાળા ડભોઈ,જી. વડોદરાનાએ 120 ચાઇનીઝ દોરીના બોકસ સાથે કોર્ડન કરી વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ના વેચાણથી પશુ પક્ષી અને મનુષ્યના જીવન સામે જોખમકારક હોય તેની સામે કડક હાથે વાઘોડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાએલ ઈસમ નજીક આર.સી.સી.રોડની બાજુમાં ખાખી કલરના ચાર બોકસમાં તપાસ કરતા તે બોકસમાં પ્રતીબંધીત સીન્થેટીક દોરીના રીલ મળી આવતા તેને બહાર કાઢી જોતા ચાર બોકસમાં રીલ નંગ-૧૨૦ સીન્થેટીક દોરી હોય જે એક નંગની આશરે કિ.રૂ.૩૦૦/- લેખે કુલ-૧૨૦ નંગની કિ.રૂ. ૩૬૦૦૦/- ની સીન્થેટીક દોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ પુછપરછમા સીન્થેટીક દોરી બાબતે પુછતા પંદર થી વીસ દિવસ પહેલા વડોદરા પંડયા બ્રીજથી જમણી બાજુમાં આવેલ બજરંગ ટ્રાન્સપોર્ટ અનુલભાઈ જેના સરનામની ખબર નથી તેની પાસેથી લાવેલ હોવાનું જણાવ્યુ હતુ. વાઘોડીયા પોલીસે રિયાઝ બટાકી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહિ હાથ ઘરી છે
Reporter: admin